Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

ટ્રમ્પના આગમન ટાંણે અમેરિકી એજન્સીનો ઝેરિલો રીપોર્ટ

ભારતમાં ધાર્મિક આઝાદીનો માહોલ ખરાબ : 'ધાર્મિક ઉત્પીડન'ના કેસોમાં વધારો થયો : USCIRFનો રિપોર્ટ ચિંતા ઉપજાવે તેવો : નાગરિકતા સંશોધન એકટને લઇને પણ ચિંતા : ભારતને ટિયર-ટુની શ્રેણીમાં રાખ્યો જે 'વિશેષ ચિંતાવાળા દેશ'માં ખપાવે છે

નવી દિલ્હી તા. ૨૦ : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો પ્રવાસ શરૂ થયા પહેલા અમેરિકી એજન્સીની એક રીપોર્ટ ભારત સરકારની ચિંતાઓ વધી શકે છે. આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા સંબંધી અમેરિકી પંચે એક રીપોર્ટ જાહેર કર્યો છે. જેમાં ભારતમાં ધાર્મિક ઉત્પીડનના કેસમાં વધારો જોવા મળ્યો છે. સાથે જ નાગરિકતા સંશોધન એકટ અંગે ચિંતા વ્યકત કરી છે. આ રીપોર્ટમાં ભારતને ટિયર-૨ની શ્રેણીમાં રાખવામાં આવ્યો છે કે જે 'વિશેષ ચિંતાનો દેશ' વાળી શ્રેણી છે.

આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા સંબંધી અમેરિકી પંચના રીપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ૨૦૧૮ બાદ ભારતમાં ધાર્મિક ઉત્પીડનના કેસ વધ્યા છે. કેટલાક રાજ્યોમાં ધાર્મિક સ્વતંત્રતાની બગડતી પરિસ્થિતિઓને ઉજાગર કરવામાં આવ્યા છે પરંતુ સરકારે તેને રોકવાનો પ્રયાસ કરી રહી નથી. રીપોર્ટમાં લખવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપદ્રવને ઓછા કરતા નિવેદન આપ્યા નથી અને તેના પક્ષના સભ્યોનું હિંદુ ચરમપંથીના સંગઠનો સાથે સંબંધો રહ્યા અને તે જ નેતાઓએ ભડકાઉ ભાષાનો ઉપયોગ કર્યો.

રીપોર્ટ દ્વારા અમેરિકી સરકારે ભારત સરકારની આગળ કેટલીક ભલામણો રાખી છે. જેમાં ભડકાઉ નિવેદન આપનારાને કડક ફટકાર લગાવી છે. પોલિસને મજબૂત કરવામાં આવે જેથી કાર્યવાહી કરવામાં આવે અને પૂજા સ્થળોની સુરક્ષા વધારવામાં આવે.

અનેક ઘટનાઓનું ઉલ્લેખ કરવા ઉપરાંત નાગરિકતા સંશોધન એકટ પર ચિંતાઓ વ્યકત કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે, એક મોટો તબક્કામાં તેનાથી ડરનો માહોલ છે.  ઉલ્લેખનીય છે કે મોદી સરકારના રાજમાં અનેકવાર આવા કેસ સામે આવ્યા છે, જ્યાં ધાર્મિક ઉત્પીડન થયું છે અનેકવાર મોબલિંચિંગ બીફના નામ ધોલાઇ, દલિત ઉત્પીડનના મુદ્દાને વિશ્વભરમાં ચર્ચિત થઇ છે અનેક વિવાદ થયો છે હવે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આવ્યા પહેલા આ પ્રકારનો રીપોર્ટ સરકારની ચિંતાઓ વધારી શકે છે.  USCIRF એક અમેરિકી એજન્સી છે તો વિશ્વભરમાં ધાર્મિક સ્થળો પર રિપોર્ટ તૈયાર કરે છે તે એજન્સી સીધા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકી સંસદ અને અમેરિકી સેનેટ રીપોર્ટને આપે છે.

(3:26 pm IST)