Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

પ્રિન્સેસ ક્રુઝમાંથી ૫૦૦લોકોને બહાર કાઢયા : કુલ ૬૨૧ લોકોને કોરોનાના ટેસ્ટ કરાવાયેલ

જાપાનના યોકોહામા બંદરે ૫ ફેબ્રુ. થી ઊભેલા

બીજીંગ : ચીનમાં ઘાતક કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે જાપાનના યોકોહામાં બંદરે પ ફેબ્રુઆરી થી ઉભેલા ડાયમંડ પ્રિન્સેસ ક્રુઝના ૬૨૧ લોકોને ઇન્ફેકસન હોવાથી તેમના કોરોના ટેસ્ટ ચાલી રહયા હતા. જેમાંથી ૫૦૦ લોકોના ટેસ્ટ નેગેટીવ આવતા તેમને ક્રુઝ માંથી જવા દેવામાં આવેલ. જાપાને કોરોના થી લડવા એચઆઇવીની દવાઓનું કલીનીકલ પરિક્ષણ શરૂ કરવાની પણ યોજના બનાવી છે. ઉપરાંત ચીનમાં કોરોના અંગે રિપોર્ટીગ કરવા ગયેલ જાપાનના ૧૦ પત્રકાર અને પીએમ ઓફીસના અધિકારી બસ ડ્રાઇવરને ઇન્ફેકશન લાગવાથી ફસાઇ ગયા છે.

(3:25 pm IST)