Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

ર૦ર૦માં માત્ર ૯.૧ ટકાનો પગાર વધારો મળશેઃ દસકાનો સૌથી ઓછો

નવી દિલ્હી તા. ર૦: ભારતમાં કંપનીઓ આ વર્ષે કર્મચારીઓના વેતનમાં સરેરાશ ૯.૧ ટકાનો વધારો કરી શકે છે. એ એશિયા-પેસિફિક ક્ષેત્રમાં કોઇ પણ અન્ય દેશોની સરખામણીએ સૌથી વધુ વેતનવૃદ્ધિ હશે. પ્રમુખ એચઆર કન્સલ્ટન્સી ફર્મ એઓનના વાર્ષિક વેતનવૃદ્ધિ સર્વેમાં આ અનુમાન કરવામાં આવ્યું છે. જોકે વેતનવૃદ્ધિનું અનુમાન ર૦૧૯ થી ૯.૩ ટકા જેટલું ઓછું છે. સર્વે અનુસાર ર૦ર૦માં કર્મચારીઓના પગારમાં બે દાયકામાં સૌથી ઓછો વધારો થવાની શકયતા છે.ગઇ કાલે જારી કરવામાં આવેલ રિપોર્ટ અનુસાર ૩૯ ટકા કંપનીઅ કર્મચારીઓના વેતનમાં સરેરાશ ૯.૧ ટકાનો વધારો કરી શકે છે, જયારે ૪ર ટકાએ કહ્યું કે તે ૮-૧૦ ટકા વચ્ચે વેતનવૃદ્ધિ કરી શકે છે. આ પરિણામ ર૦થી વધુ ઉદ્યોગોની ૧૦૦૦થી વધુ કંપનીઓના અધિકારીઓ પાસેથી મળેલ જવાબ પર આધારિત છે. એઓનમાં પાર્ટનર ટી. ફર્નાન્ડિઝે કહ્યું હતું કે ર૦૧૯માં આર્થિક પડકારો છતાં ભારતીય કંપનીઓ સકારાત્મક દૃષ્ટિકોણ રાખે છે. ભારતમાં ઊંચો મોંઘવારી દર અને સારી પ્રતિભા કૌશલ્યને જાળવી રાખવા માટે કંપનીઓ પગારમાં વધુ વધારો કરી શકે છે.સર્વે અનુસાર મેન્યુફેકચરિંગ સેગમેન્ટમાં ફાર્મા સેકટરમાં સૌથી વધુ વેતનવૃદ્ધિ જોવા મળશે. ત્યારબાદ એફએમસીજી અને કેમિકલ સેકટરનો નંબર આવે છે.

(3:24 pm IST)