Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

એડીશ્નલ ન્યાયાધીશોને સીધા જીલ્લા જજ બનાવવા યોગ્ય નથી

સાત વર્ષની પ્રેકટીશનો અનુભવ જરૂરી

નવી દિલ્હી તા. ર૦ :.. એડી. જજો હવે સીધા જીલ્લા જજ બનવા માટે યોગ્ય ગણાશે નહીં.

નીચેની કોર્ટોમાં એડી. ડીસ્ટ્રીકટ જજો અને તેનાથી ઉપરનો હોદો ધરાવતાં જજોની જગ્યાના સંદર્ભેમાં સુપ્રિમ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપી નીચેની કોર્ટના જજોની સીધા જીલ્લા જજ તરીકે નિયુકતી કરવી યોગ્ય નથી.

આવી યોગ્યતા માટે વકીલાતનો સાત વર્ષનો અનુભવ જરૂરી છે. અને સાત વર્ષની પ્રેકટીશ પછી પણ પરીક્ષા પાસ કરી જરૂરી શરતો પુરી કરવી પડશે.

જાણવા મળ્યા મુજબ દિલ્હી હાઇકોર્ટના પાંચ એડી. ન્યાયાધીશોના પદો માટે આવેદન માંગવામાં આવેલ જેના સંદર્ભમાં એવી લાયકાત મુકવામાં આવેલ છે આવી જગ્યા ઉપર પહોંચતા વકીલો માટે સાત વર્ષની પ્રેકટીશ જરૂરી છે. આ માટે અયોગ્ય ઠરેલા એક અરજદારે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી. જેના સંદર્ભે ઉપર મુજબનો નિર્ણય લેવાયો હતાં.

(3:23 pm IST)