Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

સુપ્રિમની ના છેઃ તો પણ ટ્રમ્પની કારને તાજમહેલના ફળીયા સુધી લઇ જવાશે ?

તાજમહેલના સંરક્ષણ માટે ૫૦૦ મીટર આસપાસ વાહનો પ્રતિબંધીત કરેલા છે

નવીદિલ્હીઃ અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આગ્રામાં તાજમહેલની મુલાકાતનાં આયોજન ઉપર અત્યારથી જ વિવાદનાં વાદળો દ્યેરાવા લાગ્યા છે. ટ્રમ્પ ૨૪ ફેબ્રુઆરીએ તાજમહેલ જોવા માટે આગરા જવાના છે. તેમની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લેતા યુએસ સિક્રેટ સર્વિસ ઇચ્છે છે કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પની સુપર કારને તાજમહેલના પટાંગણની અંદર જવા દેવામાં આવે. ભારતમાં સુપ્રીમ કોર્ટનાં આદેશથી તાજમહેલની આસપાસ ૫૦૦ મીટરનાં વિસ્તારમાં કોઈપણ વાહનનો પ્રવેશ નિષેધ છે. હવે ટ્રમ્પ માટે. આ નિયમ તોડવામાં આવશે કે નહીં તે સવાલ ચર્ચાવા લાગ્યો છે.

ભારત સરકાર યુએસ સિક્રેટ સર્વિસને ટ્રમ્પની કારને તાજમહેલના કેમ્પસની અંદર લઈ જવા માટે મંજૂરી આપી શકે નહીં. કારણ કે સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે કોઇપણ વાહ તાજમહેલની પાંચ સો મીટરની આસપાસ નથી જઇ શકતુ. નોંધનીય છે કે, તાજમહેલને પ્રદૂષણથી બચાવવા માટે દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ તાજમહેલના સંરક્ષણને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે તાજમહેલની આસપાસના પાંચસો મીટરની જગ્યા પર પેટ્રોલ કે ડીઝલ વાળા વાહનોની અવરજવર પર પ્રતિબંધ   લગાવી દીધો હતો.

(12:55 pm IST)