Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

સુપ્રિમ કોર્ટના આદેશથી શાહિનબાદ પહોંચેલા મધ્યસ્થીઓએ પ્રદર્શનકારીઓને સ્થળ બદલવા ફરીવાર સમજાવવા પહોંચ્યા

વાટાઘાટકારો સંજય હેગડે, અને સાધના રામચંદ્રન પ્રદર્શનકારીઓ સાથે ઘણા મુદ્દાઓ પર વાતચીત કરશે

નવી દિલ્હી : સુપ્રિમ કોર્ટના આદેશ પછી બે વાટાઘાટકારો દિલ્હીના શાહીન બાગમાં છેલ્લા બે મહિનાથી નાગરિકતા સુધારા કાયદા સામે વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓ સાથે વાત કરવા ગયા હતા. ત્યાં તેમની સમસ્યાઓ સાંભળી હતી. જોકે સુપ્રિમ કોર્ટનો આદેશ વિરોધીઓને આપવામાં આવ્યો હતો અને સ્થળ બદલવાની અપીલ કરવામાં આવી હતી. જે અંતર્ગત આજે ફરી એકવાર સંવાદ ચાલુ રહેશે અને વિરોધીઓ સાથે વાતચીત કરવામાં આવશે.

  અત્રે ઉલ્લેખનીય છે કે નાગરિકતા સુધારા કાયદા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન છેલ્લા 15 ડિેસેમ્બરથી ચાલે છે અને હવે આ પ્રદર્શનને 68 દિવસ થઈ ચૂક્યા છે પરંતું પ્રદર્શકારીઓ હાર માનવા તૈયાર નથી. તો હવે કોર્ટના આદેશ મુજબ બે વાટાઘાટકારો સંજય હેગડે, અને સાધના રામચંદ્રન પ્રદર્શનકારીઓ સાથે ઘણા મુદ્દાઓ પર વાતચીત કરશે. જોકે બુધવારે વાતચીત દરમિયાન વાટાઘાટકારોએ મીડિયા સામે વાત કરવાની ના પાડી હતી.

(12:05 pm IST)