Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

ચીનના કોરોના વાયરસનો હાહાકાર : આખરે સ્પેનના બાર્સેલોનામાં યોજાનારી મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ કેન્સલ

મોબાઇલ ઇન્ડસ્ટ્રીનો દુનિયાનો સૌથી મોટો વાર્ષિક શો રદ કરાયો

નવી દિલ્હી :આ વર્ષે સ્પેનના બાર્સેલોનામાં યોજાનારી મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ રદ થઈ છે! ચીનમાંથી ફેલાયેલા કોરોના વાઇરસના હાહાકારને પગલે આખી દુુનિયામાં ફફડાટ ફેલાયો છે, લોકો પોતાની ટુર્સ કેન્સલ કરી રહ્યા છે અને તેને પગલે જુદી જુદી મોબાઇલ કંપનીઓએ પણ પોતાના સ્ટાફની સલામતીનું કારણ આગળ ધરીને, આ વર્ષની મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસમાં ભાગ લેવાનું પોતે રદ કરી રહી હોવાની જાહેરાત કરવા લાગી હતી.છેવટે આખી ઇવેન્ટ જ રદ થઈ! મોબાઇલ ઇન્ડસ્ટ્રીનો આ દુનિયાનો સૌથી મોટો વાર્ષિક શો છે.

મૂળ 'ગ્રૂપ સ્પેશિયલ મોબાઇલ' અને પછી ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઇલ કમ્યુનિકેશન્સ એસોસિએશન, ટૂંકમાં 'જીએસએમએ' નામનું, મોબાઇલ ઇન્ડસ્ટ્રીની ૧૨૦૦ જેટલી કંપનીઓનું બનેલું એસોસિએશન વર્ષ ૨૦૦૬થી, દર વર્ષે મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ યોજે છે, જેમાં આ ઇન્ડસ્ટ્રીની અગ્રણી કંપનીઓ પોતાની નવી પ્રોડક્ટ્સ અને સર્વિસીઝ રજૂ કરતી હોય છે

(11:59 am IST)