Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

કેજરીવાલની 'નાયક'વાળીઃ એક અઠવાડિયામાં તમામ યોજનાની રૂપરેખા ઘડવા આપ્યો આદેશઃ ફ્રી વિજળી-ફ્રી પાણી યોજના ચાલુ રહેશે

નવી દિલ્હી, તા.૨૦: મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ત્રીજી વખત સત્તામાં આવ્યા બાદ તમામ વિભાગોને આમ આદમી પાર્ટી તરફથી જાહેર કરવામાં આવેલી ગેરન્ટી કાર્ડને પૂર્ણ કરવા માટે એક અઠવાડિયાનો સમય આપ્યો છે. એક અઠવાડિયામાં વિસ્તૃત યોજનાઓ શરૂ થઈ જશે. જેમાં યોજનાઓનું બજેટ અને તેને પૂર્ણ કરવાની રૂપરેખા હશે. જેના આધાર પર આગામી બજેટ સત્રમાં સરકાર તેનો સમાવેશ કરશે અને પૈસાની વહેંચણી કરશે. આ સાથે જ સત્ત્।ામાં આવતા જ કેજરીવાલે નાયકની માફક કામ કરવાનો પ્રારંભ કરી દીધો છે. આ પહેલા જયારે તેઓ ૪૯ દિવસ માટે દિલ્હીના મુખ્યમંત્રી બન્યા હતા ત્યારે પણ નાયકની માફક જ પૂરતી રફ્તારથી કામ કરતા હતા.

દિલ્હી સચિવાલયમાં પોતાના કેબિનેટ સહયોગી, સચિવો અને વિભાગ અધ્યક્ષોની સાથે ઉચ્ચ સ્તરીય બેઠકમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ આદેશ આપ્યો હતો. જેમાં યોજનાઓને લાગુ કરવામાં આડે આવનારી અડચણો પર પણ ખૂલીને વાત કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે મીટીંગમાં તમામ ૧૦ ગેરન્ટી યોજનાઓ પર વિસ્તારથી વાત કરવામાં આવી હતી. તમામ વિભાગો, પ્રમુખો અને સચિવો પાસેથી શિક્ષા, સ્વાસ્થ્ય, વિજળી, સુરક્ષા, પાણી, પ્રદૂષણ સહિતના મુદ્દાઓ પર ગહન વાતચીત થઈ.

હવે વિભાગના પ્રમુખોને એક અઠવાડિયાની અંદર તમામ યોજનાઓને લાગુ કરવાનો એકશન પ્લાન બનાવવાનો છે. જેમાં ગેરન્ટીને લાગુ કરવાનો સમય અને બજેટ બતાવવાનું છે. સાથે જે તેના ક્રમિક વિકાસની પણ રજેરજની માહિતી લેવાની રહેશે કે, વર્ષે આ યોજના કયાં સુધી પહોંચી. રિપોર્ટ મળ્યા બાદ એક એક વિભાગની સાથે બેઠક મળશે. જેમાં અધિકારી યોજનાનું પ્રેજન્ટેશન આપશે. આગળ બજેટ સંબંધિત યોજના પર ધનરાશિનું વિતરણ કરવામાં આવશે.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, કેટલાક લોકો પૂછી રહ્યા છે કે તેમની પાસે કોઈ વિભાગ નથી. જણાવી દઈએ કે, ગત્ત્। વખતે પણ સરકાર બનાવી ત્યારે પણ કોઈ વિભાગ નહોતો. જો કે બાદમાં જળ વિભાગ લેવું પડ્યું હતું. કેજરીવાલે કહ્યું કે, કોઈ પણ વિભાગ ન હોવાના કારણે મોનિટરીંગ અને તાલમેલમાં સરળતા રહે છે. દિલ્હીના લોકોએ ખૂબ મોટી જવાબદારી આપી છે. જેને પૂર્ણ કરવા માટે કોઈ પણ વિભાગ મેં મારી પાસે નથી રાખ્યો. વિભાગ વિશેષમાં ફસવાના કારણે મોટું કામ પૂર્ણ કરતાં સમસ્યા આવી શકે છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, કેબિનેટની બેઠકમાં એ નિર્ણય લેવામાં આવ્યો કે, ૨૪થી ૨૬ ફેબ્રુઆરી સુધી વિધાનસભા સત્ર રહેશે. જેમાં ધારાસભ્યોની શપથવિધિથી લઈને તમામ ઔપચારિક વિધિઓ પૂર્ણ કરવામાં આવશે. બીજી તરફ અધિકારીઓનું કહેવું છે કે, પ્રોટેકમ સ્પીકર પ્રથમ દિવસે ધારાસભ્યોની શપથવિધિ અપાવશે અન્ય દિવસે વિધાનસભા અધ્યક્ષની પસંદગી કરવામાં આવશે અને ઉપરાજયપાલનું અભિભાષણ હશે. ત્રીજા દિવસે અભિભાષણ પર ચર્ચા અને મુખ્યમંત્રીનો ધન્યવાદ પ્રસ્તાવ વિધાનસભામાં રજૂ કરવાનો રહેશે.

૧૦ ગેરન્ટી યોજના જેને કેજરીવાલ કરશે પૂર્ણ

૧ જગમતાગી દિલ્હી

તમામને ૨૪ કલાક વિજળી

૨૦૦ યુનિટ ફ્રી વિજળી યોજના

દરેક ઘરમાં અંડરગ્રાઊન્ડ કેબલ સુધી પહોંચશે વિજળી

૨ હર ઘર નલ કા જલ

૨૪ કલાક શદ્ઘ પીવાના પાણીની સુવિધા

દરેક પરિવારને ૨૦ હજાર લીટર સુધી ફ્રી પાણી

૩ દેશની સૌથી શ્રેષ્ઠ શિક્ષા વ્યવસ્થા

દિલ્હીના દરેક બાળક માટે વિશ્વસ્તરીય શિક્ષાની વ્યવસ્થા કરશે

૪ સ્વાસ્થ્ય સેવાઓ

સસ્તી, સુલભ અને શ્રેષ્ઠ ઈલાજની સુવિધાથી તૈયાર દિલ્હી

દિલ્હીના દરેક પરિવારને આધુનિક હોસ્પિટલ અને વિસ્તારોમાં કિલનીક

૫ સૌથી સસ્તી માર્ગ વાહનવ્યવહાર સુવિધા

૧૧ હજારથી વધારે બસો

૫૦૦ કિમીથી લાંબી મેટ્રો લાઈનો

મહિલાઓની સાથે સાથે વિદ્યાર્થીઓને પણ ફ્રી ઓફ બસ યાત્રાની સુવિધા

૬ પ્રદૂષણ મુકત દિલ્હી

વાયુ પ્રદૂષણના સ્તરને ૩ ગણું દ્યટાડો

૨ કરોડથી વધારે વૃક્ષ વાવી ગ્રીન દિલ્હી બનાવો

સ્વચ્છ અને અવિરલ યમુનાની ધારા

૭ સ્વચ્છ અને ચમચમાતી દિલ્હી

દિલ્હીને કચરાના ઢેરમાંથી આઝાદી અને હરિયાળી

૮ મહિલાઓ માટે સુરક્ષિત દિલ્હી

સીસીટીવી કેમેરા, સ્ટ્રીટ લાઈટ્સ અને બસ માર્શલની સાથે સાથે મોહલ્લા માર્શલ પણ તૈયાર કરવામાં આવશે

૯ મૂળભૂત સુવિધાયુકત કોલોનિઓ

તમામ કાચી સોસાયટીઓમાં હશે રોડ, પીવાનું પાણી, સીવર, કિલનિક અને સીસીટીવીની સુવિધા

૧૦ જયાં ઝૂંપડપટ્ટી ત્યાં મકાન

દરેક ઝૂંપડપટ્ટીવાસીઓને આપવામાં આવશે ઘરનું ઘર.

(11:38 am IST)