Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

કમલ હાસનની ફિલ્મના શૂટિંગ વેળાએ મોટી દુર્ઘટના : ક્રેન તૂટતાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર સહિત ત્રણના મોત

ફિલ્મ ઈન્ડિયન-૨નું શૂટિંગ ચાલતું હતું ત્યારે ૧૫૦ ફટની ઊંચાઈ પર ક્રેન ઉપર લાઇટ સેટ કરતી વેળાએ દુર્ઘટના

મુંબઈ : જાણીતા એકટર અને પોલિટિશિયન કમલ હાસનની એક ફિલ્મના શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના બની છે. જેમાં ત્રણ લોકોના મોત થયા છે, ત્યારે ૧૦ લોકો ઘાયલ થયા છે. ક્રેન તૂટવાથી આ દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટના બની ત્યારે ફિલ્મ ઈન્ડિયન-૨નું શૂટિંગ ચાલતું હતું.

 દુર્ઘટનામાં મધુ (પ્રોડકશન આસિસ્ટન્ટ), કૃષ્ણા (આસિસ્ટન્ટ ડાયરેકટર) અને ચંદ્રન (આર્ટ આસિસ્ટન્ટ) નું મોત થયું છે. ઘાયલોને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. ફિલ્મનું શૂટિંગ ચેન્નાઈ નજીક થઈ રહ્યું હતું. ઘટનાની જાણ થયા બાદ તરત જ કમલ હસન સ્થળ પર પહોંચી ગયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ, એક ક્રૂ સભ્ય ૧૫૦ ફટની ઊંચાઈ પર ક્રેન ઉપર લાઇટ સેટ કરી રહ્યો ત્યારે તે તૂટી જવાથી આ દુર્ઘટના બની હતી.

દુર્ઘટનાને લઈ ખુદ કમલ હાસને સોશિયલ મીડિયા પર જાણકારી આપી હતી. તેણે ટિટર પર લખ્યું, મેં અનેક દુર્ઘટના જોઈ છે પરંતુ આજે જે દુર્ઘટના બની તે સૌથી ખતરનાક હતી. મેં મારા ત્રણ સહયોગી ગુમાવી દીધા છે. તેમના પરિવારના સભ્યો પર આવી પડેલું સંકટ મારા દર્દથી અનેક ગણું વધારે છે. આ દુર્ઘટના માટે  દુ:ખ અને સંવેદના વ્યકત ક છું.

ડાયરેકટર શંકર ઘટનાસ્થળની એકદમ નજીક કામ કરતા હતા, પરંતુ હાલ તે સુરક્ષિત છે. કમલ હાસન ફિલ્મ ઈન્ડિયન-૨માં ૯૦ વર્ષના વ્યકિતનો રોલ કરતો જોવા મળશે. આ ફિલ્મ ભ્રષ્ટ્રાચાર પર આધારિત હશે અને તેમાં ભ્રષ્ટ્રાચાર સામેની લડાઇ બતાવાશે.

ફિલ્મમાં કાજલ અગ્રવાલ, રકુલ પ્રીત સિંહ, વિધુત જામવાલ અને પ્રિયા ભવાની શંકર મુખ્ય રોલમાં છે. ઈન્ડિયન-૨ ૧૯૯૨માં આવેલી તમિલ બ્લોકબસ્ટર ઈન્ડિયનની સિકવલ છે

(11:49 am IST)