Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

જર્મનીના હનાઉમાં ફાયરિંગ, ૮ લોકોનાં મોત

અજાણ્યા હુમલાખોરોએ શહેરના હુક્કાબારમાં ગોળીઓ વરસાવી

બર્લિન, તા.૨૦: જર્મનીના બે હુક્કા બારમાં બુધવાર મોડી રાત્રે ગોળીબાર  થયો જેમાં ૮ લોકોનાં મોત થયા છે જયારે અનેક લોકો દ્યાયલ હોવાનું કહેવાય છે. જર્મનીના સ્થાનિક મીડિયા મુજબ, અજાણ્યા હુમલાખોરોએ શહેરના હુક્કાબારમાં ગોળીઓ વરસાવી. આ ઘટના સ્થાનિક સમય મુજબ રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ બની.

ગોળીબારની સૂચના મળતાં જ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે વિસ્તારને દ્યેરી લીધો અને મામલાની તપાસમાં લાગી ગઈ છે. જર્મન બ્રોડકાસ્ટર હેસનશાઉ મુજબ, હનાઉની પાસે કેસેલ્તાદ વિસ્તારમાં હુક્કા બાર પર થયેલા ગોળીબારમાં ત્રણ લોકોનાં મોત થયા, જયારે બીજા સ્થળે પાંચ લોકોના મોત થયા છે.

 નોંધનીય છે કે, હનાઉ ફ્રેન્કફર્ટથી લગભગ ૨૫ કિલોમીટર જ દૂર છે. અહીંની વસ્તી ૧,૦૦,૦૦૦થી વધુ છે. મળતા અહેવાલ મુજબ હુમલાખોર ગોળીબાર કરીને દ્યટનાસ્થળેથી ફરાર થઈ ગયો. પોલીસ અધિકારી હેલિકોપ્ટરની મદદની બંને વિસ્તારોની સુરક્ષા પર નજર રાખી રહી છે.

અધિકારીઓએ જણાવ્યું કે સ્થાનિક સમય મુજબ લગભગ રાત્રે દસ વાગ્યે બે અલગ-અલગ બારમાં આ ગોળીબાર થયા. જોકે હજુ સુધી ગોળીબાર કરનારાના ઉદ્દેશ્ય વિશે જાણી નથી શકાયું. આ ઉપરાંત હુમલામાં મૃત્યુ પામેલા લોકોની વિશે માહિતી એકત્ર કરવામાં આવી રહી

(11:20 am IST)