Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

ભાજપ લોકોને સામ્રદાયિક આધાર પર વિભાજીત કરે છે :શરદ પાવરના પ્રહાર

આ સરકારના બજેટમાં ખેડૂતો માટે કંઈ નથી

નવી દિલ્હી : શરદ પવારે લખનઉમાં ભાજપની સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેઓએ કહ્યું કે ભાજપ લોકોને સાંપ્રદાયિક આધાર પર વિભાજીત કરી રહી છે. જો સરકાર રામ મંદિર માટે ટ્રસ્ટ બનાવી શકે તો અન્ય ટ્રસ્ટ બનાવીને મસ્જિદ માટે ધન કેમ ન આપી શકે? આ ઉપરાંત ઉત્તરપ્રદેશની યોગી સરકાર બાબતે પણ તેઓએ કહ્યું કે આ સરકારના બજેટમાં ખેડૂતો માટે કંઈ નથી

   પવાર લખનઉ ખાતે પોતાના પાર્ટીના રાજ્ય સંમેલનમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. આ ઉપરાંત તેઓએ યુવાનો શા માટે મોટા શહેરો તરફ વળી રહ્યાં છે તેના વિશે પણ નિવેદન આપ્યું હતું. સરકારે યુવાનોને પૈસા આપવાની જે જાહેરાત કરી છે તેને પવારે વખોડી કાઢીને કહ્યું કે શું આ પૈસા યુવાનો સુધી પહોંચી શકશે? આ સમયે યુવાનોને રોજગારી આપવી જોઈએ

   રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને ભાજપ પાર્ટીને સાંપ્રદાયિક પાર્ટી ગણાવી હતી. જે લોકોને ધર્મના આધારે વિભાજીત કરી રહી છે.   

   અત્રે ઉલ્લેખનીય છે કે સરકારે રામ મંદિરના નિર્માણ માટે એક ટ્ર્સ્ટ બનાવ્યું છે અને તેનું નામ શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ રાખવામાં આવ્યું છે. માનનીય સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ અયોધ્યામાં જ મસ્જિદ માટે અલગ જમીન ફાળવણી કરવાની હોવાથી યોગી સરકારે આ જમીન પણ આપી છે. .

 

(1:02 am IST)