Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

નશો અને હથિયારને પ્રોત્સાહન આપવાવાળા ગીતો અને ફિલ્મો પર પંજાબ સરકાર સખ્ત પ્રતિબંધ લગાવવા માટે ઝડપથી લાવશે કાનૂન

 

ફોટોઃ ૭ -   ( ફિલ્મ   )

         પંજાબની કેપ્ટન અમરિંદર સરકારએ ડ્રગ્સ અને હથિયારને પ્રોત્સાહન  આપવાવાળા ગીતો અને ફિલ્મો પર સખ્ત વલણ અપનાવ્યુ છે. પંજાબની કોંગ્રેસ સરકારએ આવા ગીતો અને ફિલ્મો પર પ્રતિબંધ લગાવવા માટે ઝડપથી એક સખ્ત કાનૂન લાવવા જઇ રહી છે આની જગ્યા પર સરકાર પંજાબની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાવાળા ગીતો અને ફિલ્મોને પ્રોત્સાહીત કરશે.

         આ વિશે બુધવારના લુધિયાણામાં પંજાબના કેબીનેટ મંત્રી ચરણજીતસિંહ ચન્નીએ બતાવ્યુ કે અમે ડ્રગ્સ અને હથિયારોને પ્રોત્સાહન આપવાવાળા ગીતો અને ફિલ્મો પર  પ્રતિબંધ લગાવવા માટે એક કાયદો બનાવવા જઇ રહ્યા છીએ.

         આ પહેલા ગયા અઠવાડિયે પંજાબની અમરીંદર સરકારએ પ્રદેશભરમા ખાનગી અને સરકારી બધી બસોમા નશા, અશ્લીલતા, હિંસા અને હથિયારને પ્રોત્સાહન આપવાવાળા ગીતોના ઓડિયો કે વિડીયો કોઇપણ રીતે ચલાવવા પર પુરી રીતે પ્રતિબંધ લગાવી દીધો હતો.  આના માટે સી.એમ. અમરિંદરસિંહના આદેશ પર પરિવહન વિભાગ દ્વારા રાજયભરમાં વિશેષ ઝુંબેશ ચલાવી ચલણ કાપવામા આવ્યા અને ટ્રાન્સપોર્ટરોને અશ્લીલ ગીતોથી નવ જવાનો પર પડનાર બુરા પ્રભાવ વિશે જાણકારી આપવામા આવી. એમણે બતાવ્યું કે આવા ગીત નવ જવાનોને હિંસા અને બંદુકની તરફ જવા પ્રેરિત કરે છે.

(11:36 pm IST)