Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

રામમંદિર ટ્રસ્ટઃ મહંત નૃત્યગોપાલદાસ અધ્યક્ષઃ વિએચપી નેતા ચંપતરાય મહાસચિવ બનાવાયા

        રામજન્મ ભૂમિ તિર્થક્ષેત્ર ન્યાસની પ્રથમ બેઠક બુધવારના રાષ્ટ્રીય રાજધાની દિલ્લીમાં પૂર્ણ થઇ. રામમંદિર ટ્રસ્ટની બેઠકમાં નિર્ણય લેવામા આવ્યો કે મહંત નૃત્યગોપાલદાસ અધ્યક્ષ હશે. મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પૂર્વ પ્રધાન સચિવ નૃપેન્દ્ર મિશ્રા હશે. વિએચપીના નેતા  ચંપતરા રામમંદિર ટ્રસ્ટના મહાસચિવ નિયુકત થયા છે. અને ગોવિંદ દેવગીરીને કોષાધ્યક્ષ બનાવામા આવ્યા છે.  નિર્માણ સમિતિના રીપોર્ટ પછી  મંદિર નિર્માણની તારીખનો નિર્ણય થશે. આ બેઠકમા  ૯ પ્રસ્તાવ પસાર થયા.

         શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલદાસને બનાવ્યા છે. ચંપતરાયએ કહ્યું કે બેઠકમા આ નિર્ણય લેવામાં આવ્યો છે કે અયોધ્યામા  એસબીઆઇની શાખામાં ટ્રસ્ટનું ખાતુ ખોલવામા આવશે. આ બેઠક ટ્રસ્ટના પ્રમુખ કે પરાસરણના દિલ્લી આવાસ પર થઇ આ ટ્રસ્ટનું ગઠન મોદી સરકારએ કર્યુ છે.  ટ્રસ્ટની બેઠકમા  શિલાન્યાસના મૃહર્તથી લઇ નિર્માણ પૂર્ણ થવાની સમયસીમા નિર્ધારિત કરવાના મુદા પર ચર્ચા થઇ.

         પારદર્શિતા પર ખાસ ધ્યાન આપવામાં આવશે જેથી ભવિષ્યમાં કોઇપણ વિવાદથી બચી શકાય. આમા મંદિર નિર્માણ દરમ્યાન  રામલલા રાખવાના સ્થાનને લઇ ચર્ચા થઇ શકે છે.

(8:36 am IST)