Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

બીજેપી સાંસદ સુબ્રમણ્યમ સ્વામીનો પોતાની જ સરકાર પર હુમલોઃ કહ્યું જીએસટી સદીનુ સૌથી મોટું પાગલપન

         નવી દિલ્લીઃ  લગભગ ત્રણ વર્ષ પહેલા ગુડસ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી)ને દેશભરમાં લાગૂ કરવામાં આવ્યો ત્યારે કેન્દ્ર સરકારએ આને ટેકસ રિફોર્મનુ સૌથી મોટું કદમ બતાવ્યુ હતુ. જો કે હવે બીજેપીના  વરિષ્ઠ નેતા  અને રાજયસભાના સાંસદ સુબ્રમયમ સ્વામીએ આને ર૧ મી સદીનુ સૌથી મોટું પાગલપન  બતાવ્યુ છે.

         સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ કે જીએસટી એટલુ જટીલ છે કે કોઇપણ આ નથી સમજી શકતુ કે કયાં કયુ ફોર્મ ભરવુ છે અને ઇચ્છે છે કે આને કોમ્પ્યુટર અપલોડ કરવામા આવે.

         સુબ્રમણ્યમ સ્વામીનું આ  નિવેદન એવા સમયમાં  આવ્યુ છે કે જયારે સરકાર જીએસટી કલેકશનને લઇ જુજ રહી છે. સમય સમય પર જીએસટી સ્લેબમા બદલાવ પર વિચાર કરવામા આવે છે. વિતેલા થોડા સમયથી આ સ્લબમાં બદલાવની વાત કરવામાં આવી રહી છે.

(11:09 pm IST)