Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

સુપ્રીમ કોર્ટએ મદદ માટે નિતિન ગડકરીને બોલાવ્યાઃ કહ્યુ આને નિમંત્રણ સમજો

   સુપ્રીમ કોર્ટએ કેન્દ્રીય પરિવહન મંત્રી નિતીન ગડકરીને સુપ્રીમ કોર્ટની સુનાવણીમાં મદદ માટે આમંત્રણ આપવાની રજુઆત કરી. મામલો સાર્વજનીક પરિવહનમા ઇલેકટ્રીક ટેકનીક  અપનાવવાની માંગનો છે. સુનાવણી દરમ્યાન ચીફ જસ્ટીસએ કેન્દ્ર સરકારના વકીલને પુછયું શું પરિવહન મંત્રી આવી અમને ઇલેકટ્રીક વાહનોની યોજનાની જાણકારી આપી શકે છે ? ચીફ જસ્ટીસએ કહ્યું કે આને સમન્સ નહી નિમંત્રણ સમજો. કારણ ઇલેકટ્રીક વાહનો વિશે યોજનાની સ્પષ્ટ તસ્વીર અધિકારીઓથી વધારે સ્પષ્ટ એમને હશે.

        એડિશ્નલ સોલીસીટર જનરલએ કહ્ય કે જો કેન્દ્રીય મંત્રીને સુપ્રીમ કોર્ટ બોલાવવામા આવે તો આની રાજનીતિક અસર પડે આના પછી કોર્ટએ  નિતીન ગડકરીને સુપ્રીમ કોર્ટમાં આમંત્રિત કરવા માટે ફીલહાલ લેખિતમાં કોઇ આદેશ નથી.  સુપ્રીમ કોર્ટએ કહ્યું કે અમે સરકારનો કોઇ આદેશ નથી આપી રહ્યા પણ અમે આ જાણવા અને સમજવા માંગીએ છીએ કે  ઇલેકટ્રીક ગાડીઓ માટે સરકારની પાસે કઇ યોજના છે.

(12:00 am IST)