Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

અમેરિકાના પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર માઈક બ્લુમબર્ગની ઘોષણાં : જો હું પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવીશ તો મારો અઢળક નફો આપતો વ્યવસાય વેચી નાખી ચેરિટી માટે આપી દઈશ

વોશિંગટન : નવેમ્બર 2020  માં યોજાનારી અમેરિકાના પ્રેસિડન્ટ પદ માટેની ચૂંટણીનો પ્રચાર અત્યારથી જ પૂર જોશમાં ચાલુ થઇ ગયો છે.જુદા જુદા ઉમેદવારો વચ્ચે તીવ્ર સ્પર્ધા થઇ રહી છે તેવા સંજોગોમાં ડેમોક્રેટિક પાર્ટીના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર માઈક બ્લુમબર્ગએ બહુ મોટી જાહેરાત કરી છે.જે મુજબ જો તેઓ પ્રેસિડન્ટ પદે ચૂંટાઈ આવશે તો તેમનો અઢળક નફો કરતો મીડિયા કંપનીનો  વ્યવસાય વેચી નાખી તે રકમનું  ટ્રસ્ટ બનાવશે તથા તેમાંથી ગ્લોબલ વોર્મિંગ ,હેલ્થ ,સહિતના વિવિધ હેતુઓ માટે ચેરિટી કરશે
તેમણે ઉમેર્યું હતું કે રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને અમારી વચ્ચે બહુ મોટો તફાવત છે જે મુજબ ટ્રમ્પ પોતાનો નફો જુએ છે જયારે અમે દેશના નાગરિકોનું હિત જોઈએ છીએ.

(2:59 pm IST)