Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

" ડોનાલ્ડ ટ્રમ્પ ભગવાન રામ નથી " : તે માત્ર અમેરિકાના પ્રેસિડન્ટ છે : તેના સ્વાગત માટે 70 લાખ હિન્દુસ્તાનીઓને શા માટે ભેગા કરવા જોઈએ ? : લોકસભામાં કોંગ્રેસ સાંસદ અધીર ચૌધરીની તડાપીટ

ન્યુદિલ્હી : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીના રોજ ભારત આવી રહ્યા છે  જેમના સ્વાગત માટે તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઈ છે તે વચ્ચે તેઓના સ્વાગત માટે 70 લાખ લોકો ભેગા કરવાની બાબતે કૉંગેસ સાંસદ અધીર ચૌધરીએ લોકસભામાં તડાપીટ બોલાવી હતી

ચૌધરીએ જણાવ્યું હતું કે " ડોનાલ્ડ ટ્રમ્પ ભગવાન રામ નથી " તે માત્ર અમેરિકાના પ્રેસિડન્ટ છે . તેના સ્વાગત માટે 70 લાખ હિન્દુસ્તાનીઓને  શા માટે ભેગા કરવા જોઈએ ?
તમણે ઉમેર્યું હતું કે અમે હિન્દુસ્તાની છીએ .અમે ડોનાલ્ડ ટ્રમ્પની પૂજા કરવા માટે ઉભા નહીં રહીએ .
ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પના આગમન સમયે  અમદાવાદ મુકામે  તેમનું સ્વાગત કરવા માટે એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધીના રસ્તામાં 70 લાખ લોકો ભેગા થશે.તેવું નિવેદન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું .

(1:27 pm IST)