Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

જીએસટી કાઉન્સીલની બેઠકમાં રિયલ એસ્ટેટ અંગે નિર્ણય લઈ ન શકાયો

૨૪મીએ બપોરે ૨ વાગ્યે ફરી બેઠક યોજાશે

નવી દિલ્હી, તા. ૨૦ :. ગુડઝ એન્ડ સર્વિસ ટેક્ષ કાઉન્સીલમાં રિયલ એસ્ટેટ પર ફેંસલો ટાળી દેવામાં આવ્યો છે.

નાણામંત્રી અરૂણ જેટલીએ જીએસટી કાઉન્સીલની બેઠક બાદ પત્રકારોને જણાવ્યુ હતુ કે, ૨૪મીએ બપોરે ૨ વાગ્યે દિલ્હીમાં જીએસટી કાઉન્સીલની એક બેઠક મળશે. જેમાં રિયલ એસ્ટેટ જીએસટી અંગે નિર્ણય લેવાશે.

આજની બેઠકમાં ૩બી ફોર્મ દાખલ કરવાની અંતિમ તારીખ લંબાવવા નિર્ણય લેવાયો. હવે રિટર્ન ૨૨ ફેબ્રુ. સુધી ભરી શકાશે. જમ્મુ-કાશ્મીરમાં ૨૮મી સુધી ભરી શકાશે. જીએસટી કાઉન્સીલની બેઠકમાં ભાગ લેતા સભ્યોનું કહેવું હતુ કે, રિયલ એસ્ટેટમાં રેટ ઘટાડવાનો ફાયદો ગ્રાહકોને નથી મળતો તેથી રેટ ઘટાડવાનો નિર્ણય ટાળી દેવાયો છે.આજની બેઠકમાં લોટરી ઉપર એક સમાન દર લગાવવાનો ફેંસલો પણ ટાળી દેવાયો છે.(૨-૨૨)

 

(3:23 pm IST)