Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

યુદ્ધ થાય તો માત્ર કલાકોમાં પાકિસ્તાન ધૂળ ચાટતુ થઈ જાય

ભારતીય નૌકાદળ, ભૂમિદળ અને હવાઈ દળ પાકિસ્તાન કરતા કયાંય ચઢીયાતું: ભારતીય સૈન્ય વિશ્વનું પાંચમા નંબરનુ સૌથી તાકતવર સૈન્ય છેઃ આંકડાઓમાં ભારત કયાંય આગળઃ ભારતીય મિસાઈલો, ટેન્કો, વાયુ દળના ઘાતક વિમાનો થોડા કલાકોમાં જ પાકિસ્તાનનો નકશો બદલી શકે તેવી તાકાત ધરાવે છેઃ પાકિસ્તાન માત્ર અમુક બોમ્બને લઈને જ કુદકા મારે છેઃ બન્ને દેશોની સૈન્ય તાકાત કેટલી ? વાંચો રસપ્રદ માહિતી

નવી દિલ્હી, તા. ૨૦ :. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાને પુલવામા આતંકવાદી હુમલા અંગે ગઈકાલે ભારતને ધમકી આપતા કહ્યું હતુ કે જો યુદ્ધ થશે તો અમે શાંત નહિ બેસીએ અને જવાબ આપશું. પરંતુ શું આ આઈએસઆઈની કઠપુતળી વડાપ્રધાનને ભારતની સૈન્ય તાકાતની ખબર છે ? જો યુદ્ધ થાય તો ભારત પાસે એટલી લોખંડી તાકાત છે કે પાકિસ્તાનનો કલાકોમાં બુકડો બોલી જાય. બોલવામાં બુદ્ધિનું પ્રદર્શન કરતા ઈમરાનખાનની હવા નિકળી જાય એવી તાકાત ભારતીય સૈન્ય ધરાવે છે. પુલવામા ઘટના બાદ ભારતના લોકોમાં ભારે રોષ છે અને મોટા ભાગનું લોકોનું માનવુ છે કે, પાકિસ્તાનને સબક શીખવાડવા માટે એક માત્ર વિકલ્પ યુદ્ધ જ છે. અત્રે નોંધનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ૪ વખત ૧૯૪૭, ૧૯૬૫, ૧૯૭૧ અને ૧૯૯૯મા યુદ્ધ થઈ ચુકયુ છે. ચારેય વખત પાકિસ્તાન ધૂળ ચાટતુ થઈ ગયુ હતું. હવે જો યુદ્ધ થાય તો પાકિસ્તાન ભારત સામે પાકિસ્તાન થોડા કલાકો પણ ટકી નહિ શકે અને તેનો ઘોર પરાજય થઈ જશે.

ભૂમિ દળ

સૈન્ય સંખ્યા જોઈએ તો ભારતનુ કદ પાકિસ્તાન કરતા ઘણુ આગળ છે. હાલ ભારતીય સૈન્ય વિશ્વનું પાંચમુ સૌથી વધુ તાકાતવર સૈન્ય છે. ચર્ચીત ગ્લોબલ ફાયર પાવર યાદીમાં તેને ચોથુ સ્થાન મળ્યુ છે. ચીન ત્રીજા ક્રમે છે. અમેરિકા પ્રથમ ક્રમે અને રૂસ બીજા સ્થાને છે. પાકિસ્તાન યાદીમાં ૧૩માં સ્થાને છે. ભારતીય સેનામાં ૧૩ લાખ સૈનિક છે જ્યારે પાકિસ્તાનની સેનામાં ૬ લાખ સૈનિકો છે. ભારતના ૧૧ લાખ ૨૯ હજાર ૯૦૦ એકટીવ સૈનિક છે તો ૯ લાખ ૬૦ હજાર રીઝર્વ સૈનિક દળ છે. જો અર્ધ લશ્કરી દળ અને રીઝર્વ સેનાને જોડી દેવાય તો ભારતીય સૈન્ય દળ ૪૭ લાખ ૬૮ હજારની પાર થઈ જાય.

ટેન્ક અને મિસાઈલ

ભારતીય સેના પાસે અનેક પ્રકારની ટેન્ક છે. જેની સંખ્યા લગભગ ૫૦૦૦ની આસપાસ છે. જ્યારે પાકિસ્તાન આ મામલામા ભારતથી ઘણુ પાછળ છે. જો મિસાઈલની વાત કરીએ તો સમગ્ર વિશ્વમાં આ મામલામાં ભારતની તાકાત જાણીતી છે. ભારતીય સેના પાસે સુપર સોનીક ક્રુઝ મિસાઈલ બ્રહ્મહોસ, અગ્નિ, પૃથ્વી, આકાશ, બેલેસ્ટીક અને નાગ જેવી આધુનિક મિસાઈલો છે જે દુશ્મનોના ઠેકાણાઓને ખેદાનમેદાન કરી નાખવા પુરતી છે. અગ્નિ-૫ ભારતની સૌથી આધુનિક અને ઘાતક મિસાઈલ છે અને તેની ક્ષમતા ૫૦૦૦ કિ.મી.ની છે. તો પાકિસ્તાન પાસે ગૌરી, શાહીન, ગજનવી, હત્ફ અને બાબર જેવી મિસાઈલો છે. જે ભારત પાસે ટુંકી પડે.

વાયુદળ

ભારત પાસે વાયુદળ એવડુ મોટુ છે કે, તે સમગ્ર પાકિસ્તાનને એક જ વખતમાં ઘેરી શકે છે. ભારતીય એરફોર્સ વિશ્વનુ સૌથી મોટું ચોથુ એરફોર્સ છે. ભારતમાં કુલ ૨૦૮૬ વિમાન છે. પાકિસ્તાન પાસે ૯૩૦ છે અને તે વિશ્વમાં ૧૧મા સ્થાને છે. ભારતીય વાયુ દળ પાસે ૧.૨૭ લાખ જવાન છે જ્યારે પાકિસ્તાન પાસે માત્ર ૬૫૦૦૦ છે. વિમાનોની વાત કરીએ તો ભારત પાસે ૧૩૮૦ વિમાનો છે જેમા સુખોઈ એમ-૩૦, મિગ-૨૯, મિગ-૨૭, મિગ-૨૧, મિરાજ, જગુઆર જેવા આધુનિક વિમાનો છે. ભારતીય પાઈલોટની તાકાત સમગ્ર વિશ્વ જાણે છે જ્યારે પાકિસ્તાન પાસે ચીની એફ-૭, અમેરિકી એફ-૧૬ અને મિરાજ છે પરંતુ પાઈલોટો કુશળ નથી.

નૌકાદળ

નૌકાદળમાં પણ ભારતની તાકાત ૩ ગણી વધારે છે. ભારતીય સેના પાસે એરક્રાફટ બેરીયર, ૧૬ જળ અને જમીન પર ચાલતા યુદ્ધ જહાજો છે, ૩૧ ગશ્તી જહાજ છે, ૮ માઈન વિપર્સ, પરમાણુ હુમલા કરતી સબમરીન ઉપરાંત ૮ ગાઈડેડ મિસાઈલ છે. ૧૫ ગાઈડેડ મિસાઈલ યુદ્ધ જહાજ, ૧૪ ડીઝલ ઈલેકટ્રીક એટેક સબમરીન, ૨૪ કવર્ટીઝ અને ૧૮ સહાયક જહાજો છે. આ સિવાય ભારતનું નૌકાદળ પાણીમા સુરક્ષાનો અનુભવ રાખે છે. જ્યારે પાકિસ્તાનનું નૌકાદળ હજુ બચ્ચુ છે. ભારત પાસે ૫૮૩૫૦ જવાનો છે જ્યારે પાકિસ્તાન પાસે ૨૫૦૦૦ છે.

પરમાણુ હથિયાર

પાકિસ્તાન હંમેશા ભારતને પરમાણુ બોમ્બની ધમકી આપે છે. ભારત અને પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બની સંખ્યાને લઈને સચોટ આંકડા નથી. જો કે ગયા વર્ષે અમેરિકી સુરક્ષા એજન્સીએ એક રીપોર્ટમાં ભારતની પરમાણુ શકિતને પાકિસ્તાનની પરમાણુ શકિત કરતા ચડીયાતી ગણાવી હતી. રીપોર્ટ અનુસાર ભારતની પરમાણુ શકિત વિકાસશીલ દેશોની યાદીમાં સૌથી વ્યાપક છે. કુલ મળીને ભારતને આંખ બતાડતુ પાકિસ્તાન ભારતીય સેના આગે કયાંય પણ ટકી શકે તેમ નથી. જો પાકિસ્તાન પરમાણુ પર તાકાત બતાડે તો યુદ્ધમાં તેની પાસે બોમ્બ સિવાય કશું નહિ બચે.

(10:58 am IST)