Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું કે એનપીઆર ખતરનાક ખેલઃ એનઆરસીનો પૂર્વ સંકેતઃ પ્રજા જાગે

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ પૂર્વોતર અને ગેરભાજપા શાસિત રાજયોના મુખ્યમંત્રીઓને અપીલ કરતા કહ્યું કે તે રાષ્ટ્રીય જનસંખ્યા રર્જીસ્ટર (એનપીઆર)ની કવાયતમાં સામેલ થતા પહેલા એના વિવરણ ખંડોનું જ્ઞાન લ્યે. બેનરજીએ એનપીઆરની કવાયતને ખતરનાક ખેલ ગણાવતા કહ્યું કે માતા-પિતાના જન્મસ્થાનનું વિવરણ માંગવાવાળા ફોર્મ થોડા નહી પણ રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર (એનઆરસી) ના ક્રિયાન્વયન નો પૂર્વ સંકેત છે.

એમણે કહ્યું કે  ભાજપા શાસિત પૂર્વોતર ત્રિપુરા, આસામ, મણીપુર અને અરૂણાચલ તથા વિપક્ષી દળોના શાસનવાળા રાજયોના બધા મુખ્યમંત્રીઓને અપીલ કરુ છું કે તે નિર્ણય પર પહોંચતા પહેલા કાનૂનને સારી રીતે વાંચે અને એનપીઆર ફોર્મના વિવરણ ખંડો પર જાણકારી લ્યે. મમતાએ કહ્યું કે એના કવાયતમાં સામીલ હોવાનો આગ્રહ કરૂ છુ. કારણ સ્થિતિ ખૂબજ ખરાબ છે.

તૃણમુલ કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે પશ્ચિમ બંગાળ વિધાનસભા સંશોધિત નાગરિકતા કાનૂન (સીએએ) વિરૂદ્ધ જલ્દી પ્રસ્તાવ પસાર કરશે. બેનરજીએ કહ્યું કે એમને મીડિયામાં આવેલ ખબરોથી ખ્યાલ આવ્યો કે માતા-પિતાના એનપીઆર ફોર્મમાં જન્મ સ્થાનથી જોડાયેલ કોલમ ભરવી અનિવાર્ય નથી.

(11:52 pm IST)