Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

બંધારણ બચાવવા સંસ્થાઓ આગળ આવેઃ મનમોહન સિંઘ

નવીદિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘે સંશોધીત નાગરીકતા કાયદો (સીએએ) વિરૂધ્ધ દેશભરમાં ચાલી રહેલ પ્રદર્શનો વચ્ચે જણાવેલ કે ભારતમાં લોકતંત્રની સંસ્થાઓને મજબૂત કરવા અને તેમના દ્વારા બંધારણની દ્રઢતાપૂર્વક રક્ષા કરવાની જરૂર છે.

મનમોહન સિંઘે વધુમાં જણાવેલ કે યુવાઓએ હાલમાં દેશનો યાદ કરાવેલ કે આઝાદી પ્રબુધ્ધ નાગરીકોના હાથમાં સુરક્ષીત છે અને એ પણ ત્યારે જયારે એ બધા માટે સમાનરૂપે હોય.

પૂર્વ કેન્દ્રીય મંત્રી અશ્વિની કુમાર લીખીત પુસ્તકના વિમોચન કાર્યક્રમમાં મનમોહન સિંઘે જણાવેલ કે આપણા ઉદાર અને ઉન્મુકત લોકતંત્રની સંસ્થાઓની ઘણા તબકકે પરીક્ષા લેવાઈ, જયારે મૌલીક સ્વતંત્રતાઓ જોખમમાં હતી. વર્ષો સુધી વિકસીત આ સંસ્થાનોને મજબૂત કરવા અને તેને બંધારણની રક્ષામાં રાખવાની જરૂર છે. અંતમાં તેમણે જણાવેલ કે, હકીકતમાં આઝાદીનો વિચાર આપણા લોકોના જીવનમાં ત્યારે આકાર લઈ શકે છે, જયારે કાયદા હેઠળ તે બધા સમાન નાગરીકની જેમ જીવે.

(3:53 pm IST)