Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

યુનિવર્સિટીઓ ઉત્પાદન એકમની જેમ કામ ના કરે : જસ્ટીસ બોબડે

નાગરિકતા માત્ર અધિકાર નહી પણ ફરજો વિશે પણ હોય છે : યુનિ.ઓનો હેતુ શું છે તેનો જવાબ શોધે

નવીદિલ્હી તા. ૨૦ : દેશની શિક્ષણ સંસ્થાઓ પર મુખ્યન્યાયમૂર્તિ શરદ અરવિંદ બોબડેએ મોટી ટીપ્પણી કરી છે. સીજેઆઇએ કહ્યું છે કે, યુનિવર્સિટીઓ નિશ્ચિત રીતે ઇંટો અને પથ્થરો વિશે નથી. યુનિવર્સિટીઓએ કોઇ ઉત્પાદનના એકમની જેમ કામ કરવું જોઇએ નહીં.

રાષ્ટ્રસંત તુકાદોસ મહારાજ નાગપુર યુનિવર્સિટી(આરટીએમએનયુ)ના ૧૦૭મા પદવીદાન સમારોહમાં પોતાા સંબોધનમાં સીજેઆઇ એસએ બોબડેએ કહ્યું કે, કેટલીક શિક્ષણ સંસ્થાઓ અત્યંત વાણિજ્યિક માનસિકતાની થઇ ગઇ છે. જ્યારે શિક્ષણનો અસલી ઉદેશ્ય મેધા અને ચરિત્રનો વિકાસ કરવાનો છે. તેમણે કહ્યું કે નાગરિકતા માત્ર લોકોના અધિકારો માટે જ નહીં પરંતુ સમાજ પ્રત્યે તેમની ફરજો વિશે પણ છે.

સીજેઆઇએ જણાવ્યું હતું કે, આજે શિક્ષણનો પ્રચાર-પ્રસાર ઝડપથી થઇ રહ્યો છે, દુર્ભાગ્યથી કેટલીક સંસ્થાઓ એવી છે ખાસ કરીનેહું યુનિવર્સિટીઓની વાત કરી રહ્યો નથી જે અત્યંત વાણિજ્યિક માનસિકતાવાળી બની ગઇ છે. હું કેટલીક સંસ્થાઓને લઇનેપોતાના અંગત જ્ઞાનના આધારે કહી રહ્યો છું જે કાયદાનું શિક્ષણ આપે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, જે સૌથી મોટા અને મહત્વપૂર્ણ સવાલનો જવાબ આપણે શોધવો જોઇએ તે એ છે કે, યુનિવર્સિટીઓમાં શિક્ષણનો ઉદેશ્ય શું હોવો જોઇએ.

યુનિવર્સિટી નિશ્ચિત રીતે ઇંટો અને પથ્થરો માટે નથી. યુનિવર્સિટીઓએ કોઇ ઉત્પાદન એકમની જેમ કામ કરવું જોઇએ નહીં. તેમણે કહ્યું કે, એ વાત પર પણભાર આપવો અત્યંત જરૂરી છે કે, યુનિવર્સિટીઓની ડિગ્રીઓ પોતાની રીતે અંત નથી, પણ અંત માટેનું એક સાધન છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે, યુનિવર્સિટીનો વિચાર એ દર્શાવે છે કે, એક સમાજની રીતે આપણે શું મેળવવા માગીએ છીએ. યુનિવર્સિટીઓએપોતે પુનઃલક્ષ્યાંક કરવા માટે એ ખાતરી કરવી જોઇએ કે, તે પોતાના અસલી ઉદેશ્યની તરફ વધીને સમાજના વાસ્તવિક લક્ષ્યાંકની દિશામાં જાય જે નિશ્ચિત રીતે અલગ-અલગ સમયમાં બદલાતો રહે છે.

(3:47 pm IST)