Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

કેન્દ્ર સરકાર પબ્જી ગેમ પર પ્રતિબંધ મૂકવાના ફિરાકમાં

ગેમ રમવાના કારણે હિંસાની પ્રવૃત્તિ પણ વધે છે

નવી દિલ્હી, તા.૨૦: પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના આદેશના આધારે ભારત સરકાર પબ્જી ગેમ પર પ્રતિબંધ મૂકવાની વિચારણા કરી રહી છે.

કેન્દ્રિય માહિતીને અને પ્રસારણ મંત્રાલયના સાઇબર તેમ જ ઇ-સિકયોરિટીના ડિરેકટર તથા વૈજ્ઞાનિક વી.કે.ત્રિવેદીએ કોર્ટમાં આ માટે પિટિશન કરનારને પત્ર લખીને જાણકારી આપી છે.

પિટિશન કરનાર હાઇકોર્ટના વકીલે માગણી કરી હતી કે કોર્ટ કેન્દ્ર સરકારને આદેશ આપીને આ ગેમ પર પ્રતિબંધ મુકાવે. વકીલનું કહેવું હતું કે આ એવી ગેમ છે જેની બાળકોને લત લાગી જાય છે. બાળકો કલાકો સુધી આ ગેમ રમ્યા કરે છે અને તેમનો શારીરીક અને માનસિક વિકાસ ધીમો થઇ જાય છે. બાળકો રોજ ચારથી પાંચ કલાક આ ગેમ રમતા હોય છે.

પિટિશન કરનારનું એમ પણ કહેવું હતું કે ગેમ રમવાના કારણે બાળકો સામાજિક રીતે પણ ઓછા સક્રિય બની રહ્યા છે. ગેમ રમવાના કારણે હિંસાની પ્રવૃત્તિ પણ વધે છે. ગેમ રમનારાં બાળકો પોતાની જાતને ગેમના પાત્ર તરીકે જોવા માંડે છે અને તેની સાથે ઇમોશનલી કનેકટ થઇ જાય છે. ગેમમાં પાત્રનું મોત થતાં બાળકોને આઘાત લાગતો હોય એવા કિસ્સા પણ બની રહ્યા છે.એ પછી હાઇકોર્ટે કેન્દ્ર સરકારને આ પિટિશન પર વિચારણા કરવા માટે આદેશ આપ્યો હતો.

(11:41 am IST)