Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

દિલ્હી ચુંટણીમાં ભવ્ય જીત માટે શાહની રણનીતી તૈયાર

મુખ્યમંત્રીઓથી માંડીને સાંસદ સુધીના કલાસ લેવાશેઃ દિલ્હી ચુંટણીની રણનીતી પર કરાઇ વિસ્તૃત ચર્ચા

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચુંટણી પર બીજેપી અધ્યક્ષ અમિત શાહે પક્ષ મુખ્યાલયમાં ગઇકાલે મોડી રાત સુધી બેઠક કરી આ બેઠક બે કલાકથી વધુ મોડે સુધી ચાલી. તેમાં દિલ્હી ચુંટણીની રણનીતી પર વિસ્તૃત ચર્ચા કરવામા આવી. બીજેપીના મુખ્યમંત્રી કેન્દ્રીય મંત્રી સાંસદ અને કેટલાક વિધાયકો પણ સામેલ થયા. સુત્રોના જણાવ્યા મુજબ બેઠકમાં જણાવામાં આવ્યું કે દિલ્હી ચુંટણીમાં મુખ્યમંત્રીઓ સાંસદો અને મંત્રીઓની કલાસ લેશે. આ દરેક પક્ષ નેતાઓને સભા અને સમુહમાં અને નાની બેઠક દ્વારા પ્રજા સુધી પહોંચાડવાનો અને જનસંપર્ક અભિયાનને તેજ કરવાનો છે. 

સુત્રોના જણાવ્યા મુજબ પુર્વાચલી બહુલ વિસ્તારો તથા સીટો પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, હિમાચલી અને ઉતરાખંડી બહુલ વિસ્તારોમા આ બંન્ને રાજયોના મુખ્યમંત્રી અને તે રાજયોના અને જનસંપર્ક કાર્યક્રમ ચલાવાશે આવી જ રીતી દિલ્હી અને હરીયાણાની સીટો પર હરીયાણાના મુખ્યમંત્રી અને હરીયાણાના મંત્રીઓની સભાઓ થશે.

દિલ્હીની દરેક ૭૦ વિધાનસભા સીટોની જવાબદારી એક-એક સાંસદને અપાશે આ ઉપરાંત દિલ્હીની સાતેય લોકસભા સીટોની જવાબદારી પણ સાત નેતાઓ અને મંત્રીઓને અપાશે. જેને લોકસભા ક્ષેત્રની જવાબદારી અપાશે તેમાં અનુરાગ ઠાકુર, ગજેન્દ્રસિંહ શેખાવત, મનોજ સિન્હાનું નામ સામેલ છે. વિધાનસભાના પ્રભારી સાંસદ-મંત્રી અને લોકસભાના પ્રભારી સાંસદ-મંત્રી એકબીજા સાથે સમન્વયથી કામ કરશે. રણનીતી બનાવશે અને કેમ્પેનની રણનીતી  નક્કી કરશે. સુત્રોના જણાવ્યા મુજબ વિધાનસભા અને લોકસભા પ્રભારીઓની યાદી આવતા બે દિવસમાં જાહેર કરશે.

(11:32 am IST)