Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

એરપોર્ટ ઉપર ડયૂટી ફ્રી સ્ટોરથી હવે માત્ર એક જ બોટલ દારૂ ખરીદી શકાશે

ડયૂટી ફ્રી સ્ટોરથી એક કાર્ટન સિગારેટ ખરીદવાની સુવિધા બંધ કરવાની સલાહ

નવી દિલ્હી, તા.૨૦: એરપોર્ટ ઉપર સ્થિત શુલ્ક મુકત સ્ટોર ઉપર આગામી દિવસોમાં એક બોટલ દારૂ જ ખરીદી શકાશે. સરકાર બિન જરૂરી વસ્તુઓની આયાતને ઓછી કરવા માટે આ સીમા લગાવવા માટે વિચાર કરી રહી છે. સુત્રોએ આ અંગે જાણકારી આપી છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે વાણિજય મંત્રાલયે પહેલી ફેબ્રુઆરીએ રજુ થનારા સામાન્ય બજેટને ધ્યાનમાં રાખીને નાણાંમંત્રી નિર્મલા સીતારમણને આ સલાહ આપી છે. મંત્રાલયે ડયૂટી ફ્રી સ્ટોરથી એક કાર્ટન સિગારેટ ખરીદવાની સુવિધા બંધ કરવાની સલાહ આપી છે. અત્યાર સુધી જે વ્યવસ્થા છે એ અંતર્ગત વિદેશથી આવનારા મુસાફરો એરપોર્ટ ઉપર સ્થિત ડ્યૂટી ફ્રી સ્ટોરથી બે લીટર દારૂ અને એક કાર્ટન સિગારેટ ખરીદી શકે છે. એક લીટર દારૂ ખરીદવાની મંજૂરીઃ સુત્રોના જણાવ્યા પ્રમાણે અનેક દેશ અત્યારે આંતરરાષ્ટ્રીય મુસાફરોને વધુમાં વધું એક લિટર દારુ ખરીદવાની મંજૂરી આપે છે. ભારત પણ આને અપનાવી શકે છે. સરકાર દેશમાં બિનજરૂરી વસ્તુઓની આયાતને ઓછી કરવાના વિવિધ ઉપાયોગ ઉપર ધ્યાન આપી રહી છે. સરકારનું માનવું છે કે, બિનજરૂરી વસ્તુઓની આયાતથી દેશનો વ્યાપાર ખાધ ઘટી શકે છે.

૫૦,૦૦૦ રૂપિયાના સામાનની ખરીદી પર કોઈ ઇમ્પોર્ટ ડ્યૂટી નહીંડ્યૂટી ફ્રી દુકાનોથી દેશમાં આવનારા વિદેશી યાત્રીઓ સામાન્ય રીતે ૫૦,૦૦૦ રૂપિયાનો સામાન ખરીદી શકે છે. આ ઉપર તેમને આયાત શુલ્ક આપવો પડતો નથી. આ સામાનો ઉપર કસ્ટમ ડ્યૂટી વધવાની શકયતા સેવાઈ રહી છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે વાણિજય મંત્રાલયે મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે વિનિર્માણની વૃદ્ઘિને ગતિ આપવા માટે આગામી બજેટમા કાગળ, બૂટ-ચપ્પલ, રબરના સામાન અને રમકડા વગેરે ઉપર સીમા શુલ્ક વધારવાની સલાહ આપી છે.

મંત્રાલય ફર્નિચર, રસાયણ, રબર, કોટેડ કાગજ અને પેપર બોર્ડ સહિત વિવિધ ક્ષેત્રોમાં ૩૦૦થી વધારે સામાન ઉપર સીમા શુલ્કને તાર્કિક બનાવવાનો પ્રસ્તાવ આપ્યો છે.(૨૩.૨)

(9:48 am IST)