Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ માટે સુપ્રિમકોર્ટનો મોટો ચુકાદો અન્ય કર્મચારીઓની જેમ જ પીએફનો લાભ આપવો જોઈએ

સુપ્રીમ કોર્ટે પવન હંસને કોન્ટ્રાક્ટ પર કામ કરતા તમામ કર્મચારીઓને પીએફ સ્કીમમાં સામેલ કરવાનો આદેશ આપ્યો

નવી દિલ્હી : કોન્ટ્રાક્ટ પર કામ કરનારા લાખો કર્મચારીઓ માટે રાહતના સમાચાર છે. સુપ્રીમ કોર્ટે કોન્ટ્રાક્ટ પર કામ કરનારા કર્મચારીઓને લઇને મોટો ચુકાદો સંભળાવ્યો છે.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે કોઇ પણ સંસ્થામાં કરાર પર કામ કરનારા કર્મચારીઓને પણ પીએફનો લાભ અન્ય કર્મચારીઓની જેમ જ આપવામાં આવે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કર્મચારી પ્રોવિડન્ટ ફંડના સેક્શન 2-એફ અંતર્ગત જે પણ સંસ્થા માટે કામ કરે છે તે તમામ લોકો કર્મચારી જ ગણાશે.

પછી ભલે તે કોન્ટ્રાક્ટ પર કામ કરી રહ્યા હોય કે પછી નિયમિત રૂપે કામ કરતા હોય છે. સુપ્રીમ કોર્ટે પબ્લિક સેક્ટર યુનિટ પવન હંસ લિમિટેડ સાથે જોડાયેલા એક મામલાની સુનાવણી કરતા આ આદેશ આપ્યો હતો.

આ કેસ જાન્યુઆરી-2017માં દાખલ કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે પવન હંસને કોન્ટ્રાક્ટ પર કામ કરી રહેલા તમામ કર્મચારીઓને પીએફ સ્કીમમાં સામેલ કરવાનો આદેશ આપ્યો છે.

(12:00 am IST)