Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

કોંગ્રેસ શાસિત તમામ રાજ્યોમાં સીએએ પરત લેવા પ્રસ્તાવ કરશે પસાર : અહમદ પટેલનું મોટું નિવેદન

અન્ય રાજ્યોમાં પણ સીએએ વિરુદ્ધ પ્રસ્તાવ પર વિચાર

નવી દિલ્હીઃદેશમાં કોંગ્રેસ શાસિત તમામ રાજ્યોમાં સીએએ પાર્ટ લેવા પ્રસ્તાવ પાસ કરાશે એક તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન કપિલ સિબ્બલ કહી રહ્યાં છે કે કોઈપણ રાજ્ય સીએએને લાગુ કરવાની ના ન પાડી શકે, બીજીતરફ પાર્ટી શાસિત રાજ્ય સરકારોનું વલણ અલગ છે. પંજાબ વિધાનસભા CAA (નાગરિકતા સંશોધન કાયદા)ની વિરુદ્ધ પહેલા જ પ્રસ્તાવ પાસ કરી ચુકી છે. હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલે કહ્યું કે, કોંગ્રેસ શાસિત અન્ય રાજ્યો પણ આવો પ્રસ્તાવ લાવવા પર વિચાર કરી રહ્યાં છે.

  અહમદ પટેલે રવિવારે કહ્યું, 'અમે પંજાબ બાદ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં સીએએ વિરુદ્ધ પ્રસ્તાવ લાવવાનો વિચાર કરી રહ્યાં છીએ. આ કેન્દ્ર સરકારને સ્પષ્ટ સંદેશ હશે કે તે આ કાયદા પર પુનર્વિચાર કરે.' રાજસ્થાનમાં તેની તૈયારી શરૂ થઈ ચુકી છે. ત્યાં 24 જાન્યુઆરીથી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે અને સૂત્રો પ્રમાણે, સત્રના પ્રથમ દિવસે સીએએ વિરુદ્ધ પ્રસ્તાવ લાવી શકાય છે.

(12:00 am IST)