Gujarati News

Gujarati News

News of Sunday, 20th January 2019

જે લોકો એકબીજા સાથે આંખ મેળવી વાતો નહોતા કરતા તે હવે એક સાથે બેઠાઃ તેમની પાસે વિકાસનો એજન્‍ડા નથીઃ વિપક્ષીઓની એકતા પર રવિશંકર પ્રસાદની પ્રતિક્રિયા

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના કોલકાતામાં આજે મુખ્યમંત્રી મમતા બેનરજીની એક રેલી યોજાઈ. આ રેલીમાં કેટલાય વિપક્ષી નેતા સામેલ થયા અને નરેન્દ્ર મોદી સરકાર વિરુદ્ધ નિવેદનબાજી કરી. કોલકાતાની રેલી બાદ હવે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે જે લોકો આંખથી આંખ મેળવીને નહોતો જોઈ શકતા, તેઓ એક સાથે આવ્યા છે અને ભાષણથી સ્પષ્ટ હતું કે તેમનો એકમાત્ર એજન્ડા નરેન્દ્ર મોદીને હટાવવાનો છે, તેમની પાસે ભવિષ્યના વિકાસ માટે કોઈ રોડમેપ નથી.

રવિશંકર પ્રસાદે કહ્યું કે કોઈએ મોટા મજાકિયા અંદાજમાં કહ્યું કે અમારો નેતા ભારતના લોકો દ્વારા ચૂંટાશે. રાહુલ ગાંધી, માયાવતી, મમતા જી અને કેટલાક ક્ષેત્રીય નેતાઓ સહિતના તમામને પીએમ બનવાની મહત્વકાંક્ષા છે. જણાવી દઈએ કે કોલકાતાની રેલીમાં સામેલ નેતાઓએ મોદી સરકાર પર નિશાન સાધ્યું. ગઠબંધનના હિસાબે આ રેલીને ખાસ માનવામાં આવી રહી હતી. અને જેવી રીતે વિપક્ષના નેતાઓએ એકજુટતા દેખાડી છે તેને જોતા લોકસભા ચૂંટણીમાં મોદી સરકારની મુશ્કેલી વધી શકે છે.

પશ્ચિમ બંગાળની રાજધાનીમાં આજે વિપક્ષી દળોના નેતાનો જમાવડો લાગ્યો છે. મમતા બેનરજીની આગેવાનીમાં શનિવારે લગભગ 20 દળોના નેતા કોલકાતામાં એક મંચ પર જોવા મળશે. મુખ્યમંત્રી મમતા બેનજીના બુલાવા પર કોલકાતામાં જમ્મુ અને કાશ્મીરથી લઈ તમિલનાડુની રાજનીતિને પ્ભાવિત કરનાર લગભગ તમામ નેતા મંચ પર ભાજપ વિરુદ્ધ હાજર હતા. કેટલાય દળોના નેતાઓએ પોતાના સંબોધનમાં મોદી સરકાર પર પ્રહાર કર્યા.

(1:17 pm IST)