Gujarati News

Gujarati News

News of Sunday, 20th January 2019

ચીને પોતાના નાગરીકોને આધ્યાત્મિક અભ્યાસક્રમો સામે સાવધ કર્યા

         બેઇજીંગ :દક્ષિણ ભારતની કેટલીક ધાર્મીક સ્કૂલો દ્વારા આધ્યાત્મિક કોર્સો ચલાવાઇ રહ્યા છે. ચીને પોતાના નાગરીકોને આવી સ્કૂલોથી દૂર રહેવા સાથે ચેતવણી આપી છે. એમણે કહ્ય્યું કે આમાના કેટલાક જાતીય હુમલાના કેસોમા સંડોવાયેલા છે.

         આ પ્રકારની ચેતવણી ચીનના જાહેર સુરક્ષા મંત્રાલયે બહાર પાડી છે. તાઇવાનની  એક અભીનેત્રીએ આ કોર્સ બાબતે સોશ્યલ મીડીયા સમક્ષ લખ્યુ હતુ કે  જે આંધ્રપદેશના  ચિતુરમાં ચલાવામા આવે છે.  અભિનેત્રી એન્નીપીએ ચીનના સોશ્યલ મીડિયા સિના વાયબો ઉપર અમ્મા અને ભગવાનના પાઠોને પ્રોત્સાહન આપતી પોસ્ટ લખી હતી.

         આ પોસ્ટની વાઇબોેે ઉપર ચર્ચાઓ થઇ હતી. આ પોસ્ટ સામે ચીને વાંધો ઉઠાવી જાહેર જનતાને આ પ્રકારની આધ્યાત્મિક સ્કૂલોથી દૂર રહેવા જણાવ્યું હતુ.

(12:19 pm IST)