Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

પતિએ સુહાગરાતે જ આચરી હેવાનિયતઃ રિસેપ્શનના દિવસે મરી ગઇ પત્ની

પતિએ સુહાગરાતના દિવસે જ પોતાની વિકૃતાઇ સંતોષવા માટે લોખંડના સળિયાથી પત્ની પર દુષ્કર્મ આચર્યું હતુ

કરાચી તા. ૨૦ : પાકિસ્તાનના પંજાબના જેહલમ જીલ્લામાં ગુરૂવારે એક જઘન્ય ગુનાના આરોપમાં એક વ્યકિતની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યકિત પર પોતાની પત્ની પર દુષ્કર્મ અને સૃષ્ટી વિરુદ્ઘનું કૃત્ય આચરવાનો આરોપ છે. બનાવ મુજબ પતિએ સુહાગરાતના દિવસે જ પોતાની વિકૃતાઈ સંતોષવા માટે લોખંડના સળિયાથી પત્ની પર દુષ્કર્મ આચર્યું હતું.

આ ઘટના બાદ રિસેપ્શનના દિવસે જ મહિલાનું મોત થઇ ગયું હતું. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જયારે સ્થાનિક હોસ્પિટલમાં ડોકટર્સ તરીકે ફરજ બજાવતી ફાતિમા શિરીને ૧૩ જાન્યુઆરીએ ટ્વિટર પર આ અંગે લખ્યું. આ બાદ અનેક યુઝર્સે ટ્વિટર પર ગુસ્સો ઠાલવ્યો હતો અને મહિલાના પરિવારે તેને પતિ વિરુદ્ઘ ફરિયાદ પણ નોંધાવી હતી.

ફાતિમા શિરીને લખ્યું કે, 'મારા એક દર્દીનું વધુ પડતું લોહી વહી જતા મોત થયું. કારણ કે ઘા ખૂબ જ ઊંડા હતા. અમે તેના પિતાને પોસ્ટમોર્ટમ માટે રાજી કરી લીધા છે. તેનો શૌહર મનોરોગી છે. તેણે પીડિતા સાથે લોખંડના સળિયાથી દુષ્કર્મ આચર્યું હોવાનું પ્રથમ નજરે જ જણાય છે.'

તેણે બીજી ટ્વિટમાં લખ્યું કે 'સુહાગરાત પર બળાત્કારનો શિકાર બનેલી મહિલાનનું મોત રિસેપ્શનના દિવસે જ થયું હતું. લોખંડના સળિયાથી તેની સાથે ઘૃણાસ્પદ કૃત્ય થતાં તેનું મોત થયું છે. એવામાં આપણે આપણા બાળકોને સેકસ અંગે જાગૃત કરવા જોઇએ કે નહીં? આપણા સમાજે ઢાંકણીમાં પાણી લઇ ડૂબી મરવું જોઇએ.'

ફાતિમા શિરીનની આ ટ્વીટ પર અને મિશ્ર પ્રત્યાઘાત મળી રહ્યા છે. કેટલાક લોકો ટ્વિટર પર આ ઘટનાની આકરી ટીકા કરી રહ્યા છે તો કેટલાક ધર્મ અને પરંપરાના પાલન માટે ફાતિમા જેવી સ્ત્રીઓ પર દોષ આપી રહ્યા છે.

(10:07 am IST)