Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

ખેડૂત આંદોલન વચ્ચે હરિયાણાના મુખ્યમંત્રી અને કેન્દ્રીય કૃષિમંત્રીની બેઠક : રાજસ્થાનથી આવશે ખેડૂતોની કૂચ

ખટ્ટરે સતલુજ-યમુના લિંક નહેરનું નિર્માણ મુદ્દો છેડ્યો : હનુમાન બેનીવાલે કહ્યું 26 ડિસેમ્બરે રાજસ્થાનથી દિલ્હી તરફ બે લાખ ખેડૂત અને યુવાઓ સાથે કૂચ કરશે

હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે શનિવારે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર સાથે મુલાકાત કર્યા બાદ કહ્યું કે, ખેડૂત નેતાઓ સાથે 2-3 દિવસમાં વાતચીત થઈ શકે છે.

હરિયાણાના મુખ્યમંત્રીએ કહ્યું, “હું પંજાબના ખેડૂતોને અપીલ કરૂ છું કે, તેઓ સતલુજ-યમુના લિંક નહેરના મુદ્દાને ગંભીરતાથી લે. હરિયાણાના ખેડૂત સિંચાઈ માટે પાણીની અછત સામે ઝઝૂમી રહ્યાં છે. મેં તે મુદ્દો ઉઠાવ્યો છે. અમારી માંગ છે કે, સતલુજ-યમુના લિંક નહેરનું નિર્માણ પૂરૂ થવું જોઈએ.

આ પહેલા અખિલ ભારતીય ખેડૂત સંઘર્ષ સમન્વય સમિતિના નેતા સરદાર વીએમ સિંહે દિલ્હી-ઉત્તર પ્રદેશ વચ્ચે ગાજીપુર બોર્ડર પર કહ્યું કે, ટ્રેક્ટર પર પ્રતિબંધ વિશે કાલે (રવિવાર) સવારે 11 વાગે પ્રશાસન સાથે બેઠક થશે. જો અમારી માંગ સાંભળવામાં આવશે નહીં તો બંને તરફના હાઈવેને બ્લોક કરી દેવામાં આવશે

બીજી તરફ, રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના પ્રમુખ હનુમાન બેનીવાલે કહ્યું છે, “એવું લાગે છે કે, કેન્દ્ર સરકાર ખેડૂતોનું આંદોલન દબાવવાના મૂડમાં છે, તેથી અમારી પાર્ટીએ 26 ડિસેમ્બરે રાજસ્થાનથી દિલ્હી તરફ બે લાખ ખેડૂત અને યુવાઓ સાથે કૂચ કરવાનો નિર્ણય કર્યો છે

(11:22 pm IST)