Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

EDની કાર્યવાહીથી ઓમર અબ્દુલ્લા નારાજ : કહ્યું- પૈતૃક પ્રોપર્ટી સીઝ કરાઇ: કોર્ટમાં લડશે

ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે તેમના પિતા વકિલોનાં સંપર્કમાં છે અને તથ્ય વિહાણા આરોપો વિરૂધ્ધ લડાઇ લડશે.

નવી દિલ્હી : ED એ જમ્મુ-કાશ્મિર ક્રિકેટ કૌભાંડ કેસમાં પુર્વ મુખ્ય પ્રધાન ફારૂખ અબ્દુલ્લાની 12 કરોડની પ્રોપર્ટી સીઝ કરી દીધી છે, આ પ્રોપર્ટી સીઝ કરવા અંગે જમ્મુ-કાશ્મિરનાં અન્ય એક મુખ્ય પ્રધાન અને ફારૂખનાં પુત્ર ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે તેમના પિતા વકિલોનાં સંપર્કમાં છે અને તથ્ય વિહાણા આરોપો વિરૂધ્ધ લડાઇ લડશે.

ઓમર અબ્દુલ્લાએ પિતાની સંપત્તી સીઝ કરવામાં આવ્યા બાદ શનિવારે એક પછી એક ત્રણ ટ્વિટ કર્યા, ઓમરે કહ્યું કે ડો. અબ્દુલ્લા પોતાના વકિલોનાં સંપર્કમાં છે, અને એક જ સ્થાન પર તમામ આધાર વિનાનાં આરોપો સામે લડશે, કાયદાની અદાલતમાં તમામને નિર્દોશ માનવામાં આવે છે, અને મિડિયાની અદાલત અથવા બિજેપી નિયંત્રિત સોશિયલ મિડિયાની અદાલતથી વિપરીત તટસ્થ સુનાવણીનાં હકદાર છે.

ઓમર અબ્દુલ્લાએ પોતાના આગામી ટ્વીટમાં કહ્યું કે જે પ્રોપર્ટી એટેચ કરવામાં આવી છે, તેમાં મોટાભાગની 1970ની પૈતૃક પ્રોપર્ટી છે અને તેમાં સૌથી નવી પ્રોપર્ટીનું નિર્માણ પણ વર્ષ 2003 માં થયું છે, આ સ્થિતીમાં કોઇ તપાસ ગુનો સાબિત કરવામાં નિષ્ફળ રહી છે.

પુર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ ત્રીજા ટ્વીટમાં કહ્યું મારા પિતાએ જેકેસીએ કેસમાં ચાલી રહેલી તપાસમાં તેમની પ્રોપર્ટીને જપ્ત કરવા અંગે મિડિયાની રિપોર્ટ જોઇ છે, આશ્ચર્યજનક રીતે જ મિડિયાને જપ્તી અંગે કાઇ જણાવવામાં આવ્યું ન હતું, કેમ કે તેને કોઇ સત્તાવાર નોટિસ કે દસ્તાવેજ મળ્યા ન હતા.

(10:04 pm IST)