Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

કંગના રનૌતે કરેલા વિવાદાસ્પદ નિવેદન વિરુદ્ધ જાવેદ અખ્તરે મુંબઈ કોર્ટમાં

બદનક્ષીનો દાવો દાખલ કર્યો : નામદાર કોર્ટએ જુહુ પોલીસને તપાસ કરવા આદેશ આપ્યો

મુંબઈ : રિપબ્લિક ટી.વી. એડિટર અર્ણબ ગોસ્વામીને  આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન અભિનેત્રી કંગના રનૌતે કરેલા વિવાદાસ્પદ નિવેદન વિરુદ્ધ ગીતકાર જાવેદ અખ્તરે અંધેરી મુંબઈ મેજિસ્ટ્રેટ કોર્ટમાં બંધારણની કલમ 499 તથા 500 મુજબ  બદનક્ષીનો દાવો દાખલ કર્યો છે. જેના અનુસંધાને નામદાર કોર્ટએ શનિવારના રોજ જુહુ પોલીસને તપાસ કરવાનો આદેશ આપ્યો છે.તથા 16 જાન્યુઆરી 2021 સુધીમાં અહેવાલ રજૂ કરવાની સૂચના આપી છે.

દાવામાં જાવેદ અખ્તરના એડવોકેટે કરેલી રજુઆત મુજબ કંગના રનૌતે ઇન્ટરવ્યૂ દરમિયાન  સુશાંત રાજપૂત કેસ સાથે અખ્તરને કઈ લાગતું વળગતું ન હોવા છતાં તેમનું નામ જોડ્યું છે.જે મુજબ રનૌતે અખ્તરને બૉલીવુડ સ્યુસાઇડ ગેંગના  એક ભાગ તરીકે વર્ણવ્યા હતા.

નામદાર કોર્ટએ જણાવ્યું હતું કે કંગના રનૌત હાલમાં તેના કાર્યના વિસ્તારમાં નથી તેથી તપાસ જુહુ પોલીસને  સોંપવામાં આવી છે  તથા 16 જાન્યુઆરી 2021 સુધીમાં અહેવાલ રજૂ કરવાની સૂચના આપી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:14 pm IST)