Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

રાષ્ટ્રપતિ દ્વારા શેડ્યુલ ટ્રાઈબ તરીકે નક્કી કરાયેલી જ્ઞાતિની ચોખવટ કોર્ટના કાર્યક્ષેત્રમાં આવતી નથી : બોમ્બે હાઇકોર્ટે મહારાષ્ટ્રની ગોવારી જ્ઞાતિને શેડ્યુલ ટ્રાઈબમાં ગણવા મંજૂરી આપતા ચુકાદાને સુપ્રીમ કોર્ટએ ઉલટાવ્યો

ન્યુદિલ્હી : 1950 ની સાલમાં ગોંડ ગોવારી જ્ઞાતિને રાષ્ટ્રપતિએ શેડ્યુલ કાસ્ટમાં ગણવાનો આદેશ આપ્યો હતો. જે ગોવારી જ્ઞાતિને લાગુ પડે છે.તેવો ચુકાદો બોમ્બે હાઇકોર્ટએ આપ્યો હતો.જેની સામે કરાયેલી પિટિશનને ધ્યાને લેતા સુપ્રીમ કોર્ટએ જણાવ્યું હતું કે કઈ જ્ઞાતિને શેડ્યુલ ટ્રાઈબમાં ગણવી તે બાબતની ચોખવટ કોર્ટના કાર્યક્ષેત્રમાં આવતી નથી.નામદાર કોર્ટએ આ ટિપ્પણી સાથે બોમ્બે હાઇકોર્ટનો ચુકાદો અમાન્ય ગણ્યો હતો.

નામદાર કોર્ટએ જણાવ્યું હતું કે કઈ  જ્ઞાતિને શેડ્યુલ ટ્રાઈબમાં ગણવી તે સત્તા  બંધારણની કલમ 342 ( 1 ) માં રાષ્ટ્રપતિને આપવામાં આવી છે.રાષ્ટ્રપતિની આ સત્તામાં કોર્ટ હસ્તક્ષેપ કરી શકે નહીં.કઈ જ્ઞાતિને શેડ્યુલ કાસ્ટમાં  ગણવી અને કઈ જ્ઞાતિને તેમાંથી બાકાત રાખવી તે બાબત ભારતના બંધારણની કલમ 342 ( 2 )  મુજબ સંપૂર્ણપણે પાર્લામેન્ટને આધીન છે.જે આગળ જતાં  કાયદો બને છે.તેથી પ્રેસિડેન્ટના આદેશમાં ફેરફાર કરવાની કોર્ટની કોઈ સત્તા નથી.

ઉલ્લેખનીય છે કે 1950 ની સાલમાં રાષ્ટ્રપતિના આદેશ મુજબ ગોંડ ગોવારી જ્ઞાતિને શેડ્યુલ કાસ્ટમાં ગણવા જણાવાયું હતું.જે જ્ઞાતિમાં ગોવારી જ્ઞાતિનો સમાવેશ થઇ જાય છે.તેથી તેને શેડ્યુલ કાસ્ટમાં ગણવાનો ચુકાદો બોમ્બે હાઇકોર્ટએ આપ્યો હતો.જે સુપ્રીમ કોર્ટે અમાન્ય ગણ્યો છે.

અલબત્ત નામદાર કોર્ટએ આ જ્ઞાતિના લોકોને 14 ઓગસ્ટ 2018 સુધી મળેલા લાભો માન્ય રાખ્યા હતા.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે. 

(7:33 pm IST)