Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

જેલોમાં કોરોનાનો વિસ્ફોટ થતાં અમેરિકાની ચિંતા વધી

યુએસમાં બે વેક્સિનના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી : એસોસીએટેડ પ્રેસ અને માર્શલ પ્રોજેક્ટ દ્વારા એકત્રિત આંકડા પ્રમાણે દરેક રાજ્યોમાં અડધાથી વધુ કેદી સંક્રમિત

વોશિંગ્ટન, તા.૧૯ : અમેરિકામાં બે-બે કોરોના વાયરસ વેક્સિનના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી મળ્યા બાદ પણ મહામારીનો કહેર ઓછું થવાનું નામ લઇ રહ્યું નથી. છેલ્લાં ૨૪ કલાકમાં અમેરિકામાં કોરોનાના ૨૫૪૬૮૦ નવા કેસ સામે આવ્યા છે. તો દરમ્યાન ૨૭૯૪ લોકોના મોત પણ થયા છે. હવે અમેરિકાની અતિ સુરક્ષિત કહેવાતી જેલોમાં પણ કોરોના બોમ્બ ફૂટતો દેખાઇ રહ્યો છે.

અમેરિકામાં દર પાંચમાંથી એક કેદી કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યો છે. જે દર સામાન્ય વસતીની સરખામણીમાં ચાર ગણી વધુ છે.

એસોસીએટેડ પ્રેસ અને માર્શલ પ્રોજેક્ટ દ્વારા એકત્રિત આંકડા પ્રમાણે દરેક રાજ્યોમાં અડધાથી વધુ કેદી સંક્રમિત થયા છે. કમ સે કમ ૨૭૫૦૦૦ કેદી સંક્રમિત થયા છે, તેમાંથી ૧૭૦૦થી વધુના મોત થયા છે અને જેલોમાં વાયરસનો પ્રસાર ઓછું થવાના કોઇ સંકેત દેખાઇ રહ્યા નથી.

સપ્તાહ જેલોમાં સંક્રમણના નવા કેસ પોતાની નવી ઊંચાઇ પર પહોંચી ગયા. ન્યૂયોર્કના રાઇકર્સ દ્વીપ જેલ પરિસરના પૂર્વ મુખ્ય ચિકિત્સા અધિકારી હોમર વેંટર્સ કહ્યું કે સંખ્યા વાસ્તવિક સંખ્યાથી ખૂબ ઓછી છે. વેંટર્સે કોર્ટના આદેશ પર કોવિડ-૧૯ની સ્થિતિ જાણવા માટે દેશભરમાં એક ડઝનથી વધુ જેલોનું નિરીક્ષણ કર્યું છે.

હોમર વેંટર્સ કહ્યું કે હું હજુ પણ જેલોમાં જઉં છું, મોટી સંખ્યામાં કેદી બીમાર થઇ રહ્યા છે. ત્યાં ના તો તેમની યોગ્ય રીતે તપાસ થતી હોય છે ના તો તેમની દેખભાળ સુવિધાઓ પણ દેખાતી નથી. આથી તેઓ વધુ બીમાર થઇ જાય છે.

(7:03 pm IST)