Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

તૈયારી વિનાના લોકડાઉનથી કરોડો જીંદગી બરબાદ થઈ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના કેન્દ્ર સરકાર પર પ્રહાર : દેશમાં કોરોના સંક્રમણનો આંકડો એક કરોડ પર પહોંચ્યા બાદ રાહુલ ગાંધીના કેન્દ્રની મોદી સરકાર પર આક્ષેપ

નવી દિલ્હી, તા.૧૯ : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કેસ એક કરોડથી વધુ થયા બાદ શનિવારના રોજ સરકાર પર નિશાન સાંધ્યું અને આરોપ લગાવ્યો કે તૈયારી વગર કરાયેલ લોકડાઉનથી દેશમાં કરોડો જિંદગી બરબાદ થઇ ગઇ.

તેમણે ટ્વીટ કરી કે કોરોના સંક્રમણના એક કરોડ કેસ સામે આવી ગયા અને અંદાજે . લાખ લોકોના મોત થયા. અનિયોજીત લોકડાઉનથી લડાઇને ૨૧ દિવસમાં જીતી શકયા નહીં, જેમ કે વડાપ્રધાને કહ્યું હતું. પરંતુ તેનાથી દેશમાં કરોડો જિંદગી બરબાદ થઇ ગઇ.

ભારતમાં કોરોના વાયરસ સંક્રમણના ૨૫૧૫૨ નવા કેસ સામે આવ્યા બાદ શનિવારના રોજ સંક્રમિતોની કુલ સંખ્યા એક કરોડથી વધુ થઇ ગઇ. સંક્રમણથી ઉભરી ચૂકેલા લોકોની કુલ સંખ્યા પણ જો કે વધીને ૯૫.૫૦ લાખ થઇ ગઇ છે. છેલ્લાં ૨૪ કલાક દરમ્યાન ૩૪૭ દર્દીના મોત થયા બાદ મૃતકોની કુલ સંખ્યા ૧૪૫૧૩૬ થઇ ગઇ છે.

(7:01 pm IST)