Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

ટીમએસીનો પલટવાર :શાહને બંગાળના રાજકીય ઇતિહાસની ખબર નથી : મમતા બેનરજીએ નવી પાર્ટી બનાવી હતી: કોંગ્રેસ છોડી નહતી.

કોંગ્રેસ છોડીને તૃણમૂલ કોંગ્રેસ બનાવી તો તે પક્ષ પલટુ નહતા.? અમિતભાઈના પ્રહાર સામે પલટવાર : કહ્યું લોકોને ખબર છે કે તે માત્ર જૂઠ બોલે છે

મદીનાપુર : પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલા તૃણમૂલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીમાં ઘર્ષણ જોવા મળી રહ્યુ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહના પ્રહાર બાદ હવે તૃણમૂલ કોંગ્રેસે પલટવાર કર્યો છે. TMC સાંસદ કલ્યાણ બેનર્જીએ કહ્યુ કે અમિત શાહને બંગાળના રાજકીય ઇતિહાસ વિશે ખબર નથી. કોંગ્રેસમાંથી બહાર કરવામાં આવ્યા બાદ મમતા બેનરજીએ નવી પાર્ટી બનાવી હતી. અમિતભાઈ  શાહને નથી ખબર કે મમતા બેનરજીએ કોંગ્રેસ છોડી નહતી.

અત્રે ઉલ્લેખનીય છે કે મિદનાપુરમાં રેલીને સંબોધિત કરતા અમિતભાઈ  શાહે મમતા બેનરજી પર નિશાન સાધ્યુ હતું. અમિતભાઈ  શાહે કહ્યુ કે મમતા બેનરજી કહે છે કે ભાજપ બીજી પાર્ટીના લોકોને લે છે. હું મમતા બેનરજીને તે દિવસની યાદ અપાવવા માંગુ છું, જ્યારે તે કોંગ્રેસમાં હતા, તેમણે કોંગ્રેસ છોડીને તૃણમૂલ કોંગ્રેસ બનાવી તો તે પક્ષ પલટુ નહતા.

અમિતભાઈ  શાહની રેલી પૂર્ણ થયા બાદ TMCના કલ્યાણ બેનર્જીએ પત્રકાર પરિષદ કરી હતી, તેમણે કહ્યુ કે સૌથી ભ્રષ્ટ પાર્ટીની જનસભા સમાપ્ત થઇ. જ્યારે અમિતભાઈ  શાહે બોલવાનું શરૂ કર્યુ તો અમે જોયુ કે મેદાન અડધુ ખાલી હતું. લોકોને ખબર છે કે તે માત્ર જૂઠ બોલે છે

 

કલ્યાણ બેનર્જીએ કહ્યુ કે જ્યારે અમિતભાઈ  શાહ વંશવાદની વાત કરે છે તો તે અધિકારી પરિવાર (શુવેંદુ અધિકારી)ને ભૂલી જાય છે. આટલુ જ નહી કેવી રીતે તમારા (અમિત શાહ) પુત્રને BCCIમાં એન્ટ્રી કેવી રીતે મળી. કલ્યાણ બેનર્જીએ કહ્યુ કે માત્ર ખેડૂતોના ઘરમાં ભોજન કરવાથી કોઇ ખેડૂત નથી બની જતો. ભાજપ દંગાઇઓની પાર્ટી છે.

તૃણમૂલના સાંસદે કહ્યુ કે, હું સ્પષ્ટ કરી દઉં કે મમતા બેનરજીના પરિવારનો કોઇ પણ સભ્ય મુખ્યમંત્રી નહી બને. આ બંગાળની જનતા છે જે મુખ્યમંત્રી પસંદ કરે છે. શુવેંદુ અધિકારી પર નિશાન સાધતા કલ્યાણ બેનરજીએ કહ્યુ કે જોતે આટલા જ મોટા નેતા છે તો તે 1996,2001 અને 2004માં ચૂંટણી કેમ હાર્યા. અધિકારી પરિવારની સાખ શું છે. આજે શુવેંદુ અધિકારી અમિત શાહના પગમાં પડી ગયા. છેલ્લા એક દાયકાથી આવુ જ મમતા બેનરજી માટે કરી રહ્યા હતા

(7:00 pm IST)