Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

સ્‍વિડનમાં દર વર્ષે શિયાળામાં ઉભી થઇ જાય છે બરફની નવી હોટલ-નવા રાચરચીલા અને વિવિધતા સાથેઃ પ્રવાસીઓમાં ભારે આકર્ષણનું કેન્‍દ્ર

અમદાવાદઃ સ્વિડન દુનિયાના ઉત્તરી ગોળાર્ધમાં આવેલુ હોવાથી અહીં શિયાળો ખૂબ જ હાર્શ હોય છે. ખાસ કરીને ડિસેમ્બરથી એપ્રિલ મહિનાનો ગાળો. આ ગાળા દરમિયાન અહીંનું તાપમાન માઈનસ 18થી 40 ડિગ્રી સુધી ગગડી જાય છે. આવી સ્થિતિમાં છૂટક મજૂરી પર ગુજરાન ચલાવતા લોકોની હાલત કફોડી બની જાય છે. ત્યારે ગામનાં લોકોને સાથે મળીને ગામની થાર્મ નદી પર સ્નો ફેસ્ટિવલનું આયોજન કર્યુ. બરફથી બનેલી વસ્તુઓ ફેસ્ટિવલનું આકર્ષણનું કેન્દ્ર બન્યુ, અને લોકોને રોજગારીનો નવો સ્ત્રોત મળી ગયો.

દરવર્ષે વિવિધ દેશના લોકો આઈસ હોટલમાં આવે છે. આ હોટલ સ્વિડનનાં સેવન વન્ડર્સ પૈકીનું એક છે. અહીંનો નાર્ધન લાઈટ્સનો નજારો અદ્ભૂત હોય છે. એપ્રિલ મહિના પછી આઈસ હોટલ પિગળવા લાગે છે. તમામ આર્કિટેક્ચર પાણી બનીને થાર્મ નદીમાં વહેવા લાગે છે. આગામી વર્ષે ફરીથી શિયાળો શરૂ થાય છે. અને ફરીથી ઉભી થઈ જાય છે, બરફની નવી હોટલ, નવા રાચરચિલા અને વિવિધતા સાથે.

આઈસ હોટલમાં પ્રવાસીઓ માટે ડોગ ડ્રાઈવિંગ, ઘોડેસવારી, જેવી એક્ટિવીટી કરાવવામાં આવે છે. આ હોટલનું એક રાતનું ભાડું 4 હજાર સ્વિડિશ ક્રોના છે. ઝુક્કાસજેરવી ગામ માત્ર દુનિયાની પહેલી આઈસ હોટલ માટે જ નહીં, પરંતુ દુનિયાનું સૌથી મોટા શહેર તરીકે પણ પ્રખ્યાત છે.

જાપાનનાં પ્રવાસીઓના સકારાત્મક વલણ બાદ ધીમે ધીમે સ્નો ફેસ્ટિવલમાં મહેમાનોને આવકારવામાં આવ્યા. સ્વિડનની વેબ સાઈટ પર આઈસ હોટલની જાણ 1889માં પડી. છ હજાર વર્ગ કિલોમીટરમાં ફેલાયેલી સ્નો હોટલમાં એક બાર, રિસેપ્શન, અલગ-અલગ રૂમ ઉપરાંત 100 મહેમાનોની ક્ષમતાવાળા હોલનો સમાવેશ થાય છે.

એકવાર જાપાનનાં કેટલાક લોકો સ્નો ફેસ્ટિવલની મુલાકાતે આવ્યા. કોઈ કારણોસર પરત ન ફરી શકવાને કારણે તેમને અહીં રોકાવવાની ફરજ પડી. અને આ પ્રકારે સ્નો હોટલને મળ્યા તેના સૌપ્રથમ મહેમાન.

એક ઈગ્લુ જેવા આકારમાં બનાવેલા ફેસ્ટિવલમાં અનુભવી લોકોએ ટાંકણી અને છીણીની મદદથી બરફમાંથી વિવિધ કૃતિઓ બનાવી. બરફમાંથી બનાવેલા ખુરશી, બેડ, ગ્લાસ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યા.

(5:02 pm IST)