Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

કરોડો યુવાનોનું ભવિષ્‍ય તમને નથી દેખાતુ, તમારી નજરમાં પોતાનો ભત્રીજો જ છેઃ અમિતભાઇ શાહના મમતા બેનર્જી ઉપર પ્રહારો

મિદનાપુર, (પશ્ચિમ બંગાળ): કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળના બે દિવસના પ્રવાસે છે. બંગાળમાં અમિત શાહના પ્રવાસને કારણે તૃણમૂલ કોંગ્રેસમાં તોડફોડ જોવા મળી છે. તૃણમૂલ કોંગ્રેસના શુવેંદુ અધિકારી સહિત 9 ધારાસભ્ય ભાજપમાં જોડાયા છે. મિદનાપુર રેલીમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને ઝટકો લાગ્યો છે. પાર્ટીના દિગ્ગજ નેતા શુવેંદુ અધિકારી ભાજપમાં સામેલ થઇ ગયા છે, તેમની સાથે કેટલાક TMCના ધારાસભ્ય પણ ભાજપમાં સામેલ થયા છે.

અમિત શાહે મમતા બેનરજી પર પ્રહાર કરતા કહ્યુ કે, “દીદી કહે છે ભારતીય જનતા પાર્ટી દળ બદલ કરાવે છે. હું તમને યાદ કરાવવા આવ્યો છું તમારી મૂળ પાર્ટી કઇ છે, જ્યારે તમે કોંગ્રેસ છોડીને તૃણમૂલ બનાવી ત્યારે દલ બદલ નહતી. શુવેંદુ તમારી પાર્ટી છોડીને મોદી સાથે આવી રહ્યા છે. દીદી આ તો શરૂઆત છે ચૂંટણી આવતા આવતા તમે એકલા પડી જશો.

અમિત શાહે કહ્યુ કે, “આટલા બધા લોકો કેમ પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં આવે છે. એક વ્યક્તિ જ્યારે પાર્ટી બદલે છે ત્યારે ઘણુ સમજીને બદલે છે. તમે શું કર્યુ, મા-માટી અને માનુસના નારાને તોડી નાખ્યો. કરોડો યુવાઓનું ભવિષ્ય તમને નથી દેખાતુ, તમારી નજરમાં પોતાનો ભત્રીજો જ છે. બંગાળમાં કેમ વિકાસ નથી થઇ રહ્યો, બંગાળના ખેડૂતોને મોદીજી 6 હજાર રૂપિયા મોકલી રહ્યા છે. દેશના 10 કરોડ ખેડૂતોને 95 હજાર કરોડ મળી ગયા. બંગાળના ખેડૂતોને ફૂટી કોડી નથી મળી.

કેન્દ્રીય ગૃહમંત્રીએ મમતા બેનરજી પર પ્રહાર કરતા કહ્યુ, “આ મમતા દીદી છે ત્યાર સુધી બંગાળના ગરીબોને આયુષ્યમાન ભારત યોજનાનો ફાયદો ના મળ્યો. બંગાળના ખેડૂને 6 હજાર રૂપિયા મોદી સરકાર મોકલી રહ્યા છે તે મળવા જોઇએ કે ના મળવા જોઇએ. ખેડૂત ભાઇઓ જ્યાર સુધી તમે તૃણમૂલ કોંગ્રેસને ઉખાડીને નથી ફેકતા, 6 હજાર રૂપિયા નહી મળે. બંગાળના ગરીબોને મોદીજી જે મોકલે છે તે નથી મળતા. દીદી કાન ખોલીને સાંભળી લો, જ્યારે વિધાનસભા ચૂંટણીના પરિણામ આવે તો પરિણામ જોઇ લેજો આ વખતે 200થી વધુ બેઠકો સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે.

(4:56 pm IST)