Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

અમિતભાઈની હાજરીમાં પશ્ચિમ બંગાળના એક સાંસદ અને ૯ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા

દેશના ગૃહપ્રધાન અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં આજે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના તૃણમુલ કોંગ્રેસના સાંસદ સુનિલ મોન્ડાલ તથા નવ હાલના ધારાસભ્યો ભારતીય જનતા પક્ષમાં જોડાઈ જતા મોટો રાજકીય ભૂકંપ સર્જાયો છે : આ ૯ ધારાસભ્યોમાંથી ૫ ધારાસભ્યો મમતા બેનર્જીના પક્ષના છે : પશ્ચિમ બંગાળમાં વજનદાર રાજકીય નેતૃત્વ ધરાવતા અને મમતા બેનર્જીના ખાસ સાથીદાર ગણાતા સુવેન્દુ અધિકારી પણ અમિતભાઈ શાહની મીદનાપોર ખાતેની જંગી રેલી દરમિયાન ભાજપમાં આજે જોડાઈ ગયા છે.  આ રેલીમાં અમિતભાઈએ કહ્યું હતું કે મમતાદીદી સાંભળી લ્યો આ તો હજુ શરૂઆત છે. ચૂંટણી આવતા સુધીમાં તમારા પક્ષના લગભગ નેતાઓ તમને છોડી જશે અને તમે એકલા જ પક્ષમાં રહી જશો.

(3:54 pm IST)