Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

પાકિસ્તાનથી સિંધી સમુદાયને ભારત લાવવામાં સરદાર પટેલની અહ્મ ભૂમિકા

ઇન્ટરનેશનલ માઇગ્રેન્ટસ ડે : ભારતમાં ૧.પ કરોડ સિંધી લોકો વસ્યા : પ૦ જેટલા સરદારનગર : સરદાર પટેલે દેશભરમાં સિંધી સમાજના લોકોને વસાવવા કોલોનીઓ સ્થાપેલ : નાના-નાના વેપારો સુચવી આત્મનિર્ભરતા માટે પ્રેરિત કરેલ

અમદાવાદ, તા. ૧૯ :  માનવ ઇતિહાસમાં સ્થાનાંતરણ ન ઇચ્છવા છતાં સ્થાયી રૂપે થતું રહ્યું છે. ઘણીવાર મુળ લોકો કરતા આવા લોકોની સંખ્યા વધુ હોય છે, જેનું ઉદાહરણ અમેરિકા અને ઓસ્ટ્રેલીયા જેવા દેશ છે. ૧૯૪૭માં ભારતનું વિભાજન થયું અને હજારો લોકોનુ઼ સ્થાનાતરણ થયું. લાખો લોકોએ પોતાની માતૃભુમિ છોડી હતી.

દેશના વિભાજન બાદ પાકિસ્તાનથી ઘણા લોકો ભારત પરત આવવા માંગતા હતા. જેમાં સિંધી સમુદાયના લોકોની સંખ્યા વધુ હતી. ૧૭ ડીસેમ્બર ૧૯૪૭ અને ૬ જાન્યુઆરીએ કરાંચીમાં સિંધી સમુદાય સાથે મોટા પાયે હિંસા થતા ભારત પરત આવેલ.

પાકિસ્તાનથી પરત ફરેલ સિંધી સમુદાયના લોકોને આત્મનિર્ભર કરવા સરદાર પટેલે પ્રેરિત કરેલ. સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશન અને દિલ્હી ઇમરજન્સી કમિટીને લઇને અમદાવાદમાં સરદારનગર કચ્છના ગાંધીધામ અને થાણેમાં ઉલ્લાસનગર, હૈદ્રાબાદ, બેંગલુરૂ, દિલ્હી અને ઇન્દોરમાં સિંધી કોલોની વસાવવાયેલ. આજે પણ દેશભરમાં પ૦ સ્થળોએ સિંધી લોકો સરદારનગર નામની કોલોનીમાં વસેલા છે.

કચ્છ જિલ્લાના આદીપુર, ગાંધીધામમાં પણ મોટી સંખ્યામાં સિંધી, સમુદયાના લોકો પશ્ચિમી વિજયરાજ ખેંગારજી બહાદુર પાસેથી ૧પ હજાર એકર જમીન લઇને સિંધુ રિસેપ્લમેન્ટ કોર્પોરેશનનું ગઠન કરેલ જયાં હજારો સિંધી લોકો વસ્યા હતા.

ભારતીય સિંધુ સભાના અમદાવાદ જીલ્લા અધ્યક્ષ ડો. અનીલ ખત્રી મુજબ સરદાર પટેલની અધ્યક્ષતામાં દિલ્હી ઇમરજન્સી કમિટીનું ગઠન કરાયેલ. અને તમામને ન્યાયપૂર્વક પુનર્વાસ કરવાનો અવસર અપાયેલ. સિંધી સમાજ માટે પણ અહીં સરદારનગર વિસ્તાર સ્થાપીત કરાયેલ. મુંબઇની નજીક થાણે જીલ્લામાં કલ્યાણ મીલીટ્રી ટ્રાન્ઝીટ કેમ્પ હતા. જેમાં બીજા વિશ્વ યુધ્ધ વખતે લોકો રહેતા હતા. ખાલી પડેલ આ કેમ્પમાં આ સિંધી લોકોને વસાવાયા હતા. જેને ઉલ્લાસનગર નામ અપાયેલ. ઉપરાંત ઇન્દોર, હૈદ્રાબાદ સહિત અન્ય જગ્યાઓએ રેફયુજી કેમ્પ સ્થાપિત કરી સરદાર પટેલે સિંધી સમાજ માટે અમુલ્ય યોગદાન આપેલ.

પહેલા ૬ મહિનામાં ૧૦ લાખ સિંધી લોકો ભારત પરત ફર્યા

૧૯૪૮ના પ્રથમ ૬ મહિનામાં ૧૦ લાખ સિંધી લોકો પાકિસ્તાનથી ભારત પરત ફરેલ. તેમને ભારત લાવવા અને વસાવવામાં સરદાર પટેલની ભૂમિકા અહમ હતી. તેમણે પાકિસ્તાનના સમક્ષક નેતાઓ સાથે સંવાદ કરેલ અને બોર્ડર વિસ્તારમાં ફર્યા તેમા મિત્ર લાલાભાઇ પણ અમદાવાદમાં સિંધી લોકોને વસાવસા માટે કાર્યરત રહેલ.

(2:43 pm IST)