Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

ચીની હેકરોના શિકાર બન્યા લાખો ભારતીયો

ભારતીયોને શોપિંગ સ્કેમ હેઠળ નિશાના પર લીધા

નવી દિલ્હી, તા.૧૯: સાઇબર સુરક્ષા થીંક ટેંક સાઇબરપીસ ફાઉન્ડેશનના હાલના એક રીપોર્ટ અનુસાર, ચીનના ગુઆંગઝોંગ અને હેનાના પ્રાંતા ચીની હેકરોએ ઓકટોબર અને નવેમ્બર મહિનામાં તહેવારોની સીઝન દરમ્યાન ઇ-કોમર્સ દરમ્યાન લાખો ભારતીય લોકોને શોપીંગ સ્કેનનું નિશાન બનાવ્યા હતા.

હેકરોએ બોગસ વેબલીંક બનાવી અને ઇન્ટરનેટ ઉપયોગકર્તાને ઓનલાઇન કોસ્ટેસ્ટમાં ભાગ લેવા અને ઇનામ જીતવા માટે તેના પર કિલક કરવા માટે કહ્યું. આ લીંક વ્હોટસએપ મેસેજના માધ્યમથી પ્રસારિત કરવામાં આવી હતી અને જોવા મળ્યું કે તેને ઘણા લોકોને ફોરવર્ડ કરવામાં આવી છે. હેકરોએ એમેઝોન અને ફિલપકાર્ટ દ્વારા ચલાવાઇ રહેલ વાસ્તવિક વેચાણોની હુબહુ નકલ કરીને બોગસ કોન્ટેસ્ટ બનાવી હતી જેથી તે સાચી દેખાય અને ગ્રાહકો તેમની જાળમાં ફસાય.

સાયબર સ્પેસ ફાઉન્ડેશનના સ્થાપક અને અધ્યક્ષ વિનિતકુમારે કહ્યું કે ઇ-કોમર્સ નવા નથી પણ ચિંતાજનક વાત એ છે કે છૂપા સાઇબર વોરફેર ચીની એકમો ભારતમાં વારંવાર શરૂ થઇ રહ્યા છે. તેમનું કહેવું છે કે ભારતમાં ૧૦ કરોડથી વધારે ઓનલાઇન ખરીદારો છે. સાથે જ, જે રીતે ઓનલાઇન ખરીદારોની સંખ્યા વધી રહી છે, તેનાથી આ પ્રકારની છેતરપિંડીની શકયતાઓ પણ વધી છે. તેમનું કહેવું છે કે આ છેતરપિંડીના માધ્યમથી એકત્ર કરવામાં આવેલ માહિતીનો ઉપયોગ એવા અન્ય સાઇબર હુમલાઓ કરવા માટે થઇ શકે છે જેમાં ખાસ કરીને નાના અને મધ્યમ શહેરોના ઇન્ટરનેટ ઉપયોગકર્તા નિશાન પર હોય છે. આવા શહેરોમાં આવી છેતરપિંડી બાબતે સજાગતા બહુ ઓછી હોય છે.

(2:12 pm IST)