Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

ભારતની પ્રથમ બુલેટ ટ્રેન કેવી હશે?

મુંબઈ અમદાવાદ રુટ પર ૩૦૦ કી.મી પ્રતિકલાકની ઝડપ આવશે તેવી આશા છે

નવી દિલ્હીઃ ભારત સ્થિત જાપાની દૂતાવાસે E5 Series Shikansenની તસવીર જાહેર કરી છે. તસવીરમાં આ ટ્રેન ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. લોકો આ ટ્રેનની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ કરી રહ્યા છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન યોજના પૂરી થવાને હજુ વાર છે ૨૦૨૩-૨૪ સુધીની ડેડલાઈન નક્કી કરવામાં આવી છે.   જાપાનની આ બુલેટ ટ્રેનને મોડિફાઈ કરીને મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલવે પ્રોજેકટ પર બુલેટ ટ્રેન તરીકે દોડાવવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની સરકારે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન યોજના માટે ગુજરાતમાં જમીન સંપાદનની પ્રક્રિયા લગભગ ખતમ કરી લીધી છે. બુલેટ ટ્રેનના ૫૦૮ કિલોમીટરના મુંબઈ-અમદાવાદ રૂટ પર તે ૩૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે તેવી આશા રખાઇ રહી છે.

 મુંબઈ-અમદાવાદ વચ્ચે ૫૦૫ કિલોમીટર હાઈસ્પીડ રેલ કોરિડોરના નિર્માણ પર ૯૮૦૦૦ કરોડ રૂપિયાનો અંદાજિત ખર્ચ આવશે. અનુમાન છે કે આ કોરિડોર પર ટ્રેનની ટોપ સ્પીડ ૩૭૦ કિલોમીટર પ્રતિ કલાક હશે. બંને શહેરો વચ્ચેનું અંતર ૨ કલાકથી પણ ઓછા સમયમાં કાપી શકાશે.  રેલવે મંત્રીએ જૂનમાં રાજયસભામાં જણાવ્યું હતું કે, મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલવે, જેને બુલેટ ટ્રેન તરીકે પણ ઓળખાય છે, તેને ૨૦૨૩ સુધીમાં ખતમ કરવાના લક્ષ્યને મંજૂરી આપી દેવામાં આવી છે. આ યોજનાને જાપાના સરકારની નાણાંકિય અને ટેકનિકલ મદદથી પૂરી કરવામાં આવી છે.  (૪૦.૯)

 બુલેટ ટ્રેન પ્રોજેકટમાં અનેક પડકાર

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન યોજનામાં ઘણી સમસ્યો વચ્ચે આવી રહી છે. હાલમાં જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેએ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન યોજનાની સમીક્ષા કરવાના આદેશ આપ્યા હતા. આ બાદ જેમની પાસેથી જમીન લેવામાં આવી રહી છે, તેવા આદિવાસીઓ અને ખેડૂતોના વિરોધનો પણ સામનો કરવો પડી રહ્યો છે.

(2:11 pm IST)