Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

સંતાનવિહોણા ખેડૂતે સંતાન તરીકે વાછરડાને દત્તક લીધું

લખનૌ, તા.૧૯: ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં રહેતાં વિજયપાલ અને રાજેશ્વરીદેવીનાં લગ્નને ૧૫ વર્ષ વીત્યા છતાં કોઈ સંતાન ન થતાં તેમણે ઘરની ગાયના વાછરડા લાલટુબાબાને દત્તક લઈ બુધવારે એના મુંડન-સમારોહનું આયોજન કર્યું હતું.

આપણે ગાયને માતા માનીએ છીએ તો એના વાછરડાને પુત્ર ગણીને દત્તક કેમ ન લઈ શકાય એવું માનતાં ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં રહેતાં વિજયપાલ અને રાજેશ્વરીદેવીનાં લગ્નને ૧૫ વર્ષ વીત્યા છતાં કોઈ સંતાન ન થતાં તેમણે ઘરની ગાયના વાછરડા લાલટુબાબાને દત્ત્।ક લઈ બુધવારે એના મુંડન-સમારોહનું આયોજન કર્યું હતું.

મુંડન માટે લાલટુબાબાને ગોમતી નદીને કિનારે લઈ જવાયો હતો, જયાં પૂજારીએ શાસ્ત્રોકત વિધિથી તેની મુંડનવિધિ કરી લાલટુબાબા અને એનાં માતા-પિતાને આશીર્વાદ આપ્યા હતા. આ મુંડન-સમારોહમાં આસપાસના ગામના લોકોએ હાજરી આપી લાલટુબાબાને ભેટ અને આશીર્વાદ આપ્યા હતા.

વિજયપાલ જણાવે છે કે મેં હંમેશાં લાલટુબાબાનો ઉછેર મારા દીકરાની જેમ જ કર્યો હતો. મારા પિતાના મૃત્યુ અને બહેનોનાં લગ્ન પછી હું ખૂબ એકલતા અનુભવી રહ્યો હતો.

મારા પિતાએ પાળેલી ગાયના વાછરડા લાલટુબાબાને મેં એના જન્મથી જ ખૂબ પ્રેમથી ઉછેર્યો હતો એથી ગાય મૃત્યુ પામતાં અમે એના વાછરડાને દત્ત્।ક લેવાનો નિર્ણય લીધો હતો.

(2:10 pm IST)