Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

બ્યુટીપાર્લર ચલાવતી મહિલા પાસે ખંડણી ઉઘરાવતા બોગસ પત્રકારો પોલીસની હડફેટે

મુંબઇઃ પત્રકાર હોવાનું જણાવી બ્યુટીપાર્લર ચલાવતી એક મહિલા પાસે ખંડણી માગનાર બે બોગસ પત્રકારની ગોરેગાંવ પોલીસે ધરપકડ કરી હતી. અંકિત ગુપ્તા અને અભિનંદન પાનીવાલા નામના આ બન્ને આરોપીએ આ મહિલા પાસેથી તેના બ્યુટીપાર્લર વિશે ફરીયાદ ન કરવા માટે ૫૦ હજાર રૂપિયાની ખંડણી માગી હતી.

ગોરેગાંવના સિધ્ધાર્થ સર્કલ પાસે આ ૩૩ વર્ષીય ફરીયાદી મહિલા બ્યુટી પાર્લર  ચલાવે છે.

(12:36 pm IST)