Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

બ્રાઝીલના રાષ્ટ્રપતિનું વિચિત્ર નિવેદન

કોરોના વેકસીન લેવાથી લોકો મગરમચ્છ બની જશે : મહિલાઓને દાઢી ઉગવા લાગશે

વેકસીન બનાવતી કંપનીઓ ઉપર કર્યા પ્રહાર

નવી દિલ્હી તા. ૧૯ : બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોએ કોરોનાની વેકસીન અંગે નિશાન સાધ્યું છે. તેઓએ કહ્યું કે ફાઇઝર અને બાયોએનટેકની નિર્માણ વેકસીન લોકોને મગરમચ્છ બનાવી દેશે અથવા તેના પ્રભાવથી મહિલાઓને દાઢી ઉગવા લાગશે.

શરૂઆતથી જ બ્રાઝીલના રાષ્ટ્રપતિ કોરોના અંગે શંકાસ્પદ સ્થિતિમાં જોવા મળ્યા છે. તેઓએ ગયા વર્ષે આ વાયરસને મામૂલી ફલૂ ગણાવ્યો હતો. દેશમાં સામુહિક રસીકરણની શરૂઆત છતાં તેઓએ કહ્યું છે કે તેઓ કોરોનાની રસી લગાવશે નહીં.

બોલસનરોએ કહ્યું કે ફૈઝરના કોન્ટેકટમાં સ્પષ્ટ લખ્યું છે કે કોઈ પણ સાઈડ ઇફેકટ અંતે તેઓ જવાબદાર હશે નહીં. બોલ્સોનારોએ કહ્યું કે વેકસીનથી જો તમે મગરમચ્છ બની જાય છે તો તે તેમની સમસ્યા છે. વેકસીન બનાવતી કંપનીઓ અંગે બોલ્સોનારોએ કહ્યું , જો તમે સુપરહ્યુમન બની જાવ જો એક મહિલાને દાઢી આવા લાગે અથવા ફરી કોઈ પુરુષની અવાજ સ્ત્રીઓ જેવી થઇ જાય તો પણ તેની સાથે કોઈ લેણદેણ હશે નહીં. તેઓએ કહ્યું કે વેકસીન એક વાર બ્રાઝિલની રેગ્યુલેટરી એજન્સી એનવીસાથી મંજૂરી મળ્યા બાદ તે દરેક માટે ઉપલબ્ધ હશે. પરંતુ હું રસી લગાવીશ નહીં.

(11:32 am IST)