Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

કોરોનાઃ ૩૨૫ દિવસઃ ૧,૦૦,૦૪,૫૯૯ કેસઃ ૧,૪૫,૧૩૬ મોત

કોરોના વાયરસના ગ્રાફે ૧ કરોડના આંકડાને સ્પર્શ કર્યોઃ એકટીવ કેસના મામલે ભારત વિશ્વમાં ૯માં ક્રમેઃ ૩૦૮૭૫૧ એકટીવ કેસઃ સંક્રમિતોના મામલે વિશ્વનો બીજો દેશઃ રિકવરીમાં અમેરિકા બાદ બીજા ક્રમે : મૃત્યુઆંકના મામલે ભારત અમેરિકા અને બ્રાઝીલ પછી ત્રીજા ક્રમેઃ છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૨૫૧૫૨ નવા કેસઃ ૩૪૭ના મોત

નવી દિલ્હી, તા.૧૯: દેશમાં કોરોના વાયરસના કુલ કેસ એક કરોડને પાર કરી ગયા છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૨૫,૧૫૨ નવા કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કુલ પોઝિટિવની સંખ્યા ૧,૦૦,૦૪,૫૯૯ થઈ છે. જેની સામે દેશમાં અત્યારસુધી કુલ ૯૫,૫૦,૭૧૨ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૨૯,૮૮૫ લોકો સાજા થયા છે. દેશમાં કોરોનાથી સાજા થવાનો દર ૯૫.૫ ટકા થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાથી ૩૪૭ લોકોનાં મોત થયા છે. આ સાથે જ દેશમાં કુલમૃત્યાંક ૧,૪૫,૧૩૬ થયો છે. દેશમાં હાલ મોતની ટકાવારી ૧.૫ ટકા છે. કુલ પોઝિટિવ કેસના મામલે ભારતનો નંબર દુનિયામાં બીજો છે. હાલ દેશમાં ૩,૦૮,૭૫૧ એકિટવ કેસ છે.એકટીવ કેસના મામલે ભારત વિશ્વમાં નવમાં ક્રમે છે જયારે કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબથી ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. આમ જે પ્રકારે રિકવરીના સમયે ભારત વિશ્વમાં અમેરિકા પછી બીજા સ્થાને છે. મોતના આંકડાની વાત કરીએ તો અમેરિકા અને બ્રાઝીલ બાદ ભારતનો ક્રમ છે. ભારતમાં સંક્રમણના કેસ ઘટયા છે પણ સંકટ હજુય ઉભુ જ છે. દેશનો રિકવરી રેટ એકિટવ કેસની સરખામણીમાં ૩૦ ગણો વધારેઃ ICMRના કહેવા પ્રમાણે દેશમાં રિકવરી રેટ ખૂબ વધારે છે. મે મહિનામાં કોરોનાથી રિકવર થયેલા દર્દીઓ ૫૦ હજાર હતા જયારે ડિસેમ્બર સુધીમાં ૯૫ લાખ લોકો સાજા થયા છે. આઈસીએમઆરના કહેવા પ્રમાણે દેશમાં રિકવરી રેટ સક્રિય કેસની સરખામણીમાં ૩૦ ગણો વધારે છે. હાલ કુલ કેસના આશરે ૩.૧૪ ટકા જેટલા કેસ એકિટવ કેસ છે.  કોરોના ટેસ્ટઃ  આઈસીએમઆર તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ૧૮જ્રાક ડિસેમ્બરના રોજ દેશમાં ૧૧,૭૧,૮૬૮ સેમ્પલની તપાસ કરવામાં આવી હતી. આ સાથે જ દેશમાં અત્યારસુધી કુલ ૧૬,૦૦,૯૦,૫૧૪ સેમ્પલની તપાસ કરવામાં આવી ચુકી છે.

 ગુજરાતમાં શુક્રવારે કોરોનાના ૧,૦૭૫ કેસ નોંધાયૉં ગુજરાત સરકારે શુક્રવારે જાહેર કરેલા આંકડા પ્રમાણે રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧,૦૭૫ કેસ નોંધાયા છે. જેની સામે ૧,૧૫૫ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજયમાં કોવિડ-૧૯ના કારણે ૯ દર્દીનાં મોત થયા છે. રાજયમાં કુલ મૃત્યુઆંક ૪,૨૨૦ થયો છે. રાજયમાં કોરોનાના કુલ કેસ ૨,૩૩,૨૬૩ નોંધાયા છે. જેમાંથી એકિટવ કેસ ૧૨,૩૬૦ છે. આજે રાજયમાં કુલ ૫૪,૭૫૭ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજયમાં સાજા થવાનો દર ૯૨.૮૯ ટકા છે.

(11:31 am IST)