Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

હવે ભારતમાં બનશે સ્વિટ્ઝરલેંડના દાવોસ જેવી 'સ્નો સીટી' : મોદી સરકાર બનાવે છે પ્લાન

પર્યટનને વિકાસ આપવા માટે બનશે બરફનું શહેર

નવી દિલ્હી,તા. ૧૯: કોરોના સમયગાળામાં, ભારતની અર્થવ્યવસ્થાને ખૂબ મોટું નુકસાન થયું છે અને ભારત આ નુકસાનથી બેઠા થવા માટે તમામ શકય પ્રયાસો કરી રહ્યું છે. પૂર્વી લદ્દાખમાં ચીન સાથેના તણાવની શરૂઆત થઈ ત્યારથી ભારતે હિમાલય સુધી પહોંચવા માટે ઝડપથી રસ્તાઓ અને ટનલ બનાવી છે. હવે આ પ્રોજેકટને પર્યટન સાથે જોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ભારતમાં દાવોસ, સ્વિટ્ઝરલેન્ડ જેવા સ્નો સિટી બનાવવાની યોજના છે.

તમે જોજિલા પાસનું નામ સાંભળ્યું જ હશે. જમ્મુ-કાશ્મીરના કારગિલમાં આવતા આ પર્વત પર વર્ષના નવ મહિના સુધી જઈ પણ નથી શકાતું, જયારે તે બરફની જાડા ચાદરથી ઢંકાયેલ હોય ત્યારે ત્યાં જવાનું વિચારવું પણ અઘરું બની જાય છે.  જો કે, દરેક વ્યકિત બરફની આ દિવાલો વચ્ચેથી પસાર થવાની અને સફેદ પર્વત શિખરો જોવાની ઇચ્છા રાખે છે. દરેક વ્યકિત પ્રકૃતિના આ અદ્રશ્ય સ્વરૂપને જોવા માંગે છે.

અત્યાર સુધી લોકો તેમનો આ શોખ બોલિવૂડ ફિલ્મો કે કાશ્મીર અને ઉત્ત્।રાખંડ જેવા રાજયોમાં જઈને પૂરા કરતા હોય છે, પરંતુ હવે આ પ્રકારના મુસાફરો માટે કેન્દ્ર સરકાર વધુ એક સારું પર્યટન સ્થળ બનાવવાની યોજનાઅ પર વિચાર કરી રહી છે. કારગિલના ઝોજિલા પાસથી લેહ જોડ મોર સુધીના ૧૯ કિલોમીટરના અંતરે બરફનું એક શહેર સ્થાપિત કરવાની યોજના બનાવી રહી છે.

આ શહેર એવી જગ્યાએ હશે જયાં ઠંડીમાં ત્રણથી ચાર મીટર સુધી બરફ હોય. અહીં સ્વિસ એન્જિનિયરની મદદથી શહેર સ્થાપવાની યોજના છે, જે ૫૦ હજારથી વધુ યુવાનોને રોજગાર આપશે અને વિશ્વભરમાંથી પર્યટકોને આકર્ષિત કરશે. હિમાલયની ૨૪૧૦ કિલોમીટર લાંબી પર્વતમાળા છે, જેનો મોટો ભાગ મોટાભાગના લોકો માટે અદ્રશ્ય છે અને આ અદ્રશ્ય ભાગનો એક ભાગ સ્વિટ્ઝર્લન્ડના દાવોસની તુલનાએ વિકસિત કરવાનો નિર્ણય ભારત સરકારે લીધો છે.

દાવોસ વસાર નદીના કિનારે આવેલું સ્વિટજરલેન્ડનું એક ખૂબ જ સુંદર શહેર છે. જયાં પારો મોટા ભાગે માઈનસમાં રહે છે અને સ્વિસ આલ્પ્સ પર્વતમાળાની બંને પ્લાકોર અને અલ્બ્યુલા રેન્જ શહેરની બંને બાજુએ જોવા મળી રહી છે. એવું કહેવામાં આવે છે કે તે યુરોપનું સૌથી ઉંચું શહેર છે, જે સ્વર્ગમાં જતા પહેલાનું શહેર છે, પરંતુ ૨૮ હજાર પ્રવાસીઓના આવાસથી આ શહેર સ્વિસ સ્વર્ગ બની ગયું છે, હવે આવું જ એક નવું શહેર ભારતમાં પણ બનશે જેનાથી પર્યટન વધશે અને રોજગાર પણ મળશે.

(9:54 am IST)