Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

અમેરિકામાં રસીકરણની શરૂઆતઃ ઉપરાષ્ટ્રપતિએ વેકિસનનો ડોઝ લીધાના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ થયું

વાઇસ પ્રેસિડેન્ટ માઇક પેન્સે રસીનો ડોઝ લીધો : ફાઇઝર-બાયોનટેકની રસીનો ડોઝ સૌને અપાયો

વોશિંગ્ટન,તા. ૧૯: અમેરિકામાં કોરોના વાયરસ સામે હાલમાં રસીકરણ શરૂ થયું છે. યુએસ વાઇસ પ્રેસિડેન્ટ માઇક પેન્સે ગઇ કાલે લાઇવ ટીવી પર કોરોના રસીનો ડોઝ લીધો હતો.આ સમય દરમિયાન તેમની પત્ની પણ ત્યાં હાજર હતી. તેમણે પોતે કોરોના રસી લેતા માઇક પેન્સનું લાઇવ ટેલિકાસ્ટ રજૂ કર્યું હતું. માઇક પેંસે વ્હાઇટ હાઉસ ખાતે ઇન્જેકશન લીધા બાદ કહ્યું, 'મને કાંઈપણ જ લાગ્યું નથી.'

પેન્સ, તેની પત્ની કારેન, અને સર્જન જનરલ જેરોમ એડમ્સ, દેશના મુખ્ય આરોગ્ય અધિકારી, બધાને વ્હાઇટ હાઉસની એનેકસમાં ફાઇઝર-બાયોનટેક ની રસી આપવામાં આવી હતી.

હાલની જ ચૂંટણીમાં વિજય પામેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડને કહ્યું હતું કે ,'સંક્રમણ રોગોના દેશના ટોચના નિષ્ણાંત ડો. ફાઉચીએ તેમને જલ્દીથી રસી લેવાની સલાહ આપી છે. બાયડને કહ્યું હતું કે તેઓ ઇચ્છે છે કે ફ્રન્ટ લાઇન આરોગ્ય કર્મીઓ એ અને સૌથી વધુ ભયનો સામનો કરનારાઓ માટે આ રસી ટોચના ક્રમે હશે. જો કે, તેમણે એ પણ ધ્યાન દોર્યું હતું કે જાહેરમાં તેમને રસી અપાવવાથી લોકો રસીકરણ કાર્યક્રમમાં વિશ્વાસ કેળવશે.

અમેરિકામાં કેસ સૌથી ઝડપથી વધી રહ્યા છે. ૩ નવેમ્બરથી દરરોજ એક લાખથી વધુ કેસ આવી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં, ૨.૪૬ લાખ નવા કોરોના કેસ આવ્યા અને રેકોર્ડબ્રેક ૩,૪૮૬ લોકોએ જીવ ગુમાવ્યો. બ્રિટન એ પહેલો દેશ છે જયાં કોઈ રસીને પ્રથમ મંજૂરી આપવામાં આવી હતી. અહીં પણ છેલ્લા ૨૪ કલાકમાં ૨૫ હજાર કોરોના આવ્યા હતા અને ૬૧૨  સંક્રમિતોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

(9:53 am IST)