Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

હાથરસ કેસઃ પીડિતાનો સામૂહિક બળાત્કાર કરી હત્યા કરાઇ હતીઃ CBI એ ચાર્જશીટ દાખલ કરી

ગેંગરેપ અને અત્યાચારનો ભોગ બનેલી પીડિતાએ દિલ્હી હોસ્પિટલમાં દમ તોડ્યો હતો

નવી દિલ્હી,તા.૧૯: ઉત્ત્।ર પ્રદેશના હાથરસમાં દલિત યુવતી પર સામૂહિક બળાત્કાર અને અત્યાચાર ગુજારવાના આરોપમાં ચાર દંબગ આરોપીઓ પર સીબીઆઇએ ગેંગરેપ અને હત્યાનો ચાર્જ લગાવ્યો હતો. આ કેસની તપાસ કરી રહેલી સીબીઆઇએ ગઇ કાલે હાથરસમાં એક કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં ચારે આરોપીઓ પર સામૂહિત બળાત્કાર ગુજારવાનો અને હત્યાનો આરોપ લગાવવામાં આવ્યા હતા. આરોપીઓ વિરુદ્ઘ એસસી-એસટી એકટ હેછળ પણ આરોપ લગાવવામાં આવ્યા હતા.

૧૪ સપ્ટેમ્બરે હાથરસના એક ગામમાં ગેંગરેપ અને આરોપીઓની વિકૃત્ત્િ।નો શિકાર બનેલી ૨૦ વર્ષની પીડિતાની દિલ્હીની એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજયું હતું, ૩૦ સપ્ટેમ્બરે પોલીસના ભારે બંદોબસ્તમાં મોડી રાતે હાથરસમાં જ પીડિતાના અગ્નિ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા. આ કેસમાં માનવામાં આવી રહ્યું હતું કે પોલીસ પીડિતાના પરિવારની મંજૂરી વગર જ અગ્નિ સંસ્કાર કરી દીધા હતા. જેના કારણે હાથરસ પોલીસ પણ ટીકાનો ભોગ બની હતી.

પોલીસ પ્રશાસન પર આરોપ લાગ્યા હતા કે તેણે દંબગ આરોપીઓને બચાવવા માટે આ પ્રકારની ઉતાવળી કાર્યવાહી કરી હતી. બીજી બાજુ હાથરસની પોલીસે બધા જ આરોપોને ફગાવતા કહ્યું હતું કે પીડિતાના મૃતદેહનું અગ્નિ સંસ્કાર તેના પરિવારની પરવાનગીથી જ કરવામાં આવ્યો હતો. 

દેશભરમાં આ કેસ વિરુદ્ઘ જનાક્રોશ જોવા મળ્યો હતો, જે પછી ઓકટોબરમાં સુપ્રીમ કોર્ટે કેસની જવાબદારી સીબીઆઇને સોંપી હતી.

(9:52 am IST)